Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વર્લ્ડ રેકૉર્ડ માટે સબ-ઇન્સ્પેક્ટરે ૬ વર્ષની પૌત્રીને કાર ચલાવવા આપી

વર્લ્ડ રેકૉર્ડ માટે સબ-ઇન્સ્પેક્ટરે ૬ વર્ષની પૌત્રીને કાર ચલાવવા આપી

Published : 15 July, 2026 08:04 AM | IST | Telangana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિડિયો વાઇરલ થતાં મોટર વ્હીકલ ઍક્ટ અંતર્ગત તેમના પર કેસ દાખલ થયો

સબ-ઇન્સ્પેક્ટર તિરુપતિ પુજારી

અજબ ગજબ

સબ-ઇન્સ્પેક્ટર તિરુપતિ પુજારી


તેલંગણના હૈદરાબાદમાં વર્લ્ડ રેકૉર્ડ બનાવવા માટે પૌત્રીને કાર ચલાવવા આપવાનું ઝનૂન સબ-ઇન્સ્પેક્ટર તિરુપતિ પુજારીને ભારે પડ્યું હતું. તિરુપતિની ઇચ્છા હતી કે તેની પૌત્રી સૌથી નાની વયની કારચાલક બને. એ માટે તેણે ૬ વર્ષની પૌત્રીને કાર ચલાવતાં શીખવવાનું શરૂ કર્યું હતું. પોતે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર હોવાથી આ વાતનો કોઈ વિરોધ નહીં કરે એવું તેને લાગતું હતું. જોકે વ્યસ્ત રોડ પર પૌત્રીના હાથમાં સ્ટીઅરિંગ થમાવી દેવાનું તિરુપતિને ભારે પડ્યું હતું. કોઈકે આ ઘટનાનો વિડિયો બનાવ્યો હતો. એ વખતે ટ્રાફિક જૅમ થઈ ગયો હોવાથી અનેક લોકોએ બાળકીને કાર ચલાવવા આપવા બદલ વિરોધ કર્યો હતો. એ છતાં પોલીસ-અધિકારીએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે આ તો વર્લ્ડ રેકૉર્ડ માટેની ટ્રેઇનિંગ છે એમ કહીને બચાવ કર્યો હતો. જોકે વિડિયો વાઇરલ થતાં મોટર વ્હીકલ ઍક્ટ અંતર્ગત તેમના પર કેસ દાખલ થયો અને જવાબદાર પદ પર હોવા છતાં આવા બેજવાબદારીભર્યા કામને સપોર્ટ કરવા બદલ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો. 


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2026 08:04 AM IST | Telangana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK