જોકે સ્કૂલવાળાએ તેના વિચિત્ર વ્યવહાર માટે પોલીસમાં ફરિયાદ કરતાં બાળકો માટે કામ કરતી સંસ્થા તેના ઘરે પહોંચી હતી. ઘરમાં તપાસ કરતાં ખબર પડી કે તેની મા અને મોટો ભાઈ ડ્રગ્સના શિકાર છે
૬ કૂતરાઓ સાથે મોટો થયેલો ૮ વર્ષનો છોકરો કૂતરાની જેમ ભસીને જ વાત કરે છે
થાઇલૅન્ડમાં એક બાળકને તેના પરિવારના સદસ્યોએ તરછોડી દીધું હતું. ત્યારથી આ બાળક છ કૂતરાઓ સાથે જ રહીને મોટું થયું છે. તે સામાન્ય બાળકની જેમ બોલવાને બદલે કૂતરાની જેમ અલગ-અલગ રીતે ભસીને જ વાત કરે છે. એનું કારણ એ છે કે તે જન્મ્યું એ પછી બહુ ઓછા સમય માટે તેના પરિવારજનોએ તેને રાખ્યું છે. કૂતરાઓની વચ્ચે તેમની ભાષામાં વાતચીત કરતો આ છોકરો એક સ્થાનિક સંસ્થાની મદદથી સ્કૂલમાં પણ જતો થયો હતો. જોકે સ્કૂલવાળાએ તેના વિચિત્ર વ્યવહાર માટે પોલીસમાં ફરિયાદ કરતાં બાળકો માટે કામ કરતી સંસ્થા તેના ઘરે પહોંચી હતી. ઘરમાં તપાસ કરતાં ખબર પડી કે તેની મા અને મોટો ભાઈ ડ્રગ્સના શિકાર છે અને આખો દિવસ નશામાં પડ્યા રહે છે. એને કારણે નાનું બાળક માત્ર કૂતરાઓની સાથે જ રહે છે. તેની માએ તો તેને મફત શિક્ષણ માટે પણ સ્કૂલમાં મોકલવાની ના પાડી દીધી હતી. બાળકને ભણાવવા માટે થાઇલૅન્ડ સરકાર ૪૦૦ બાથ પરિવારને આપે છે એ પણ તેની માએ ડ્રગ્સમાં ફૂંકી નાખ્યા હતા. જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલ કે બાળવિકાસ સામાજિક સંસ્થાના કાર્યકરો તેની સાથે વાત કરવાની કોશિશ કરે છે ત્યારે તે કોઈ શબ્દો વાપરતું નથી, માત્ર ભસે છે. અલગ-અલગ રીતે ભસીને તે શું કહેવા માગે છે એ કોઈ સમજી શકતું નથી.

