Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જેલમાં અનોખી સ્કીમ : જે કેદીઓ આખો મહિનો શાંતિ રાખે તેમને બર્ગર, પીત્ઝા અને કબાબનું ઇનામ

જેલમાં અનોખી સ્કીમ : જે કેદીઓ આખો મહિનો શાંતિ રાખે તેમને બર્ગર, પીત્ઝા અને કબાબનું ઇનામ

Published : 31 July, 2026 11:31 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રિટનની ફૉસ્ટન હૉલ જેલમાં આખો મહિનો શાંતિ જાળવનારા કેદીઓને ઇનામરૂપે બર્ગર, પીત્ઝા, કબાબ અને અન્ય મનપસંદ વાનગીઓ પીરસવામાં આવે છે. જેલમાં શાંતિ જાળવવા માટેની આ અનોખી પહેલ સફળ સાબિત થઈ છે.

જેલમાં અનોખી સ્કીમ : જે કેદીઓ આખો મહિનો શાંતિ રાખે તેમને બર્ગર, પીત્ઝા અને કબાબનું ઇનામ

જેલમાં અનોખી સ્કીમ : જે કેદીઓ આખો મહિનો શાંતિ રાખે તેમને બર્ગર, પીત્ઝા અને કબાબનું ઇનામ


જેલમાં તો હંમેશાં જાડી રોટલી અને પાતળી દાળ જ મળે એવી આપણી ધારણા છે, પણ જો જેલ બ્રિટનની હોય તો વાત જુદી થઈ શકે છે. બ્રિટનની ફૉસ્ટન હૉલ જેલમાં જો તમે સારું વર્તન કરો તો પીત્ઝા, બર્ગર, કબાબ પણ ખાવા મળી શકે છે. અલબત્ત, આ માટે જેલ પ્રશાસને એક અનોખી શરત મૂકી છે. આ જેલમાં કુલ સાત બૅરૅક છે અને દરેકમાં આશરે ૩૦થી ૬૦ કેદી રહે છે. આ સાતેય બૅરેક વચ્ચે દર વર્ષે એક વણકહી સ્પર્ધા યોજાય છે. એ સ્પર્ધા છે શાંતિપૂર્ણ રીતે જીવવાની. જેલમાં આએદિન ઝઘડા, ટંટા અને મારામારી થતાં રહેતાં હોય છે; પરંતુ આ શાંતિની ચૅલેન્જને કારણે કેદીઓનું ધ્યાન ઝઘડા કેમ કરીને ન થાય અને વાત શાંતિથી ​નિપટી જાય એના પર રહે છે. જેલ પ્રશાસનને પણ શાંતિ મળે છે અને શાંતિપ્રેમી કેદીઓને પણ. ચૅલેન્જના નિયમ મુજબ આખો મહિનો જે બૅરૅકમાં શાંતિ જળવાઈ હોય ત્યાંના કેદીઓને શાંતિ જાળવવાના રિવૉર્ડ રૂપે બહારની રેસ્ટોરાંમાંથી બર્ગર, પીત્ઝા, કબાબ, ચાઇનીઝ કે મનગમતી ડિશ જેલમાં પીરસવામાં આવે છે. જેલવાળાઓનું કહેવું છે કે કેદીઓ વચ્ચે શાંતિ જળવાય એ માટેના અત્યાર સુધીના તમામ પ્રોગ્રામ્સમાંથી આ ચૅલેન્જ સૌથી વધુ અસરકારક રહી છે. સારો વ્યવહાર કરવાનો રિવૉર્ડ મળતો હોય તો દરેક વ્યક્તિને સારું વર્તન કરવાનું મોટિવેશન મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 11:31 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK