દક્ષિણ-પશ્ચિમ ચીનના જિયાંગયો શહેરમાં એક નાની કૅફે આજકાલ બહુ ચર્ચામાં છે. એનું કારણ છે અહીં મળતી વિચિત્ર કૉફી.
કૉફી
દક્ષિણ-પશ્ચિમ ચીનના જિયાંગયો શહેરમાં એક નાની કૅફે આજકાલ બહુ ચર્ચામાં છે. એનું કારણ છે અહીં મળતી વિચિત્ર કૉફી. એમાં ભૂંડનાં આંતરડાંમાંથી કાઢેલું પ્રવાહી પણ મેળવવામાં આવે છે. આ કૉફી આમ તો મોંઘી નથી, પરંતુ એમાં જે નખાયું છે એ ચાખવા માટે લોકો લાઇન લગાવી રહ્યા છે. એનું નામ જ પાડ્યું છે ઇન્ટેસ્ટાઇન કૉફી. મલતબ કે આ કૉફીમાં ભૂંડનાં આંતરડાંમાંથી ચોક્કસ અર્ક કાઢીને મેળવવામાં આવે છે. ૩૨ યુઆન એટલે કે લગભગ ૨૭૦ રૂપિયામાં એક કપ કૉફી મળે છે. એમાં પણ પાછા ત્રણ પ્રકાર છે. આગળના આંતરડાનો અર્ક, વચલા આંતરડાનો અર્ક અને છેક છેવાડાના આંતરડાનો અર્ક. પીનારાઓનું કહેવું છે કે આ કૉફી માત્ર સ્વીટ નથી હોતી, પરંતુ થોડીક સૉલ્ટી પણ હોય છે.

