સાપના કૅરિયરમાં ફસાયેલો સાપ આમ-તેમ ડોલત-ડોલતો અને ફેણ કાઢતો સીટની ઉપર આવી જાય છે અને બાજુમાંથી પસાર થતી બાઇક પર બેઠેલા માણસને ડસવાની કોશિશ કરે છે
ચાલતી સાઇકલના કૅરિયરમાં ફસાયો લાંબો સાપ, બાજુમાંથી પસાર થતા બાઇકરને કરડવા જતાં નીચે પડ્યો
થોડા દિવસ પહેલાં બાઇકની અંદર ફસાયેલા અજગરનો વિડિયો વાઇરલ થયો હતો, હવે સાઇકલના કૅરિયરમાં ફસાયેલો સાપ જોવા મળ્યો હતો. નવાઈ એ વાતની હતી કે સાઇકલસવાર સાઇકલ લઈને ઊભો હતો ત્યારે સાપ પાછળના પૈડા પરથી સાઇકલના બૅક કૅરિયરમાં ફસાઈ ગયો હતો. આનાથી બેખબર સાઇક્લિસ્ટે પૅડલ મારવાનું શરૂ કરી દેતાં સાપનું અડધું શરીર કૅરિયરની ઉપર અને અડધું નીચે લટકતું હતું. સાપના કૅરિયરમાં ફસાયેલો સાપ આમ-તેમ ડોલત-ડોલતો અને ફેણ કાઢતો સીટની ઉપર આવી જાય છે અને બાજુમાંથી પસાર થતી બાઇક પર બેઠેલા માણસને ડસવાની કોશિશ કરે છે. જોકે એ માણસ બાઇક પરથી ઊતરીને દૂર થઈ જાય છે એટલે સાપ નીચે રસ્તા પર પડે છે અને સરકીને સડકની કિનારીએ જતો રહે છે.
આટલુંબધું બન્યું છતાં સાઇકલ ચલાવનાર વ્યક્તિને એનો અંદાજ પણ નથી આવતો.

