પૅસેજ પાસેની સીટ પર બેઠેલા ચારેય જણે સીટના હૅન્ડલ પર શાલની મદદથી ઝૂલો બાંધી દીધો છે અને એના પર તેઓ પત્તાં રમી રહ્યા છે.
પ્લેનમાં પણ પત્તાં રમવા બેસી ગયા
પ્લેનમાં ટ્રાવેલ કરતા હો તો એના કેટલાક રૂલ્સ પાળવા જરૂરી છે. અહીં ટ્રેનમાં ગીતો ગાતા કે પત્તાં રમતાં-રમતાં ટ્રાવેલ કરવું એ બેસિક સિવિક-સેન્સનો અભાવ ગણાય. જોકે સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં ચાર યુવકો પ્લેનમાં પત્તાં રમવા બેસી ગયા છે. પૅસેજ પાસેની સીટ પર બેઠેલા ચારેય જણે સીટના હૅન્ડલ પર શાલની મદદથી ઝૂલો બાંધી દીધો છે અને એના પર તેઓ પત્તાં રમી રહ્યા છે. થોડા સમય પહેલાં સોશ્યલ મીડિયામાં મુકાયેલા આ વિડિયોને કારણે ભારતીયોની જબરી બદનામી થઈ છે. એક જણે લખ્યું છે, ‘તમે ઇન્ડિયન છો એવું કહ્યા વિના પુરવાર થઈ જાય છે.’ તો વળી બીજાએ લખ્યું છે, ‘બે વર્ષ માટે આ લોકોના ફ્લાઇટ પર બેસવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.’

