ગર્લફ્રેન્ડનો ફોન બિઝી આવતો હતો એટલે ગુસ્સામાં બૉયફ્રેન્ડે આખા ગામનું વીજળીનું કનેક્શન કાપી નાખ્યું
વિડિયોમાં ભાઈસાહેબ થાંભલે ચડીને વાયરો કાપી નાખતા નજરે પડે છે
સોશ્યલ મીડિયામાં એક યુવક વીજળીના મોટા થાંભલા પર ચડીને વીજળીના તાર કાપતો દેખાય છે. હજી મૂછનો દોરો ફૂટ્યો હોય એવા આ યુવાનની ક્લિપ સાથે લખવામાં આવ્યું છે કે ગર્લફ્રેન્ડથી અપસેટ થઈને બૉયફ્રેન્ડે આખા ગામની વીજળી કાપી નાખી. વાત એમ હતી કે તે જ્યારે પણ ગર્લફ્રેન્ડને ફોન કરતો ત્યારે તેનો ફોન બિઝી આવતો હતો. બસ, એનાથી ગુસ્સે ભરાઈને તેણે ફોન ચાર્જ જ ન થઈ શકે એવી વ્યવસ્થા કરવા માટે આખા ગામની વીજળી બંધ કરી દીધી. વિડિયોમાં ભાઈસાહેબ થાંભલે ચડીને એક-બે નહીં, ચારથી પાંચ વાયરો મોટા કટરથી કાપી નાખતા નજરે પડે છે.

