આફ્રિકન દેશ નાઇજીરિયાએ પણ ૩૧ ઑગસ્ટની ડેડલાઇન પહેલાં પોતાની રાજધાની અબુજા માટે ઔપચારિક બોલી રજૂ કરી હોવાની પુષ્ટિ અધિકારીઓએ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
કૉમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે ભારતીય ઑલિમ્પિક્સ અસોસિએશને ૨૯ ઑગસ્ટે કૉમનવેલ્થ સ્પોર્ટ્સના અધિકારીઓને ઑફિશ્યલ દસ્તાવેજો સબમિટ કર્યા હતા જેમાં અમદાવાદનો ઉલ્લેખ યજમાન શહેર તરીકે કરવામાં આવ્યો હતો, પરંતુ આ યજમાની માટે બોલી લગાડનાર ભારત એકમાત્ર દેશ નથી. આફ્રિકન દેશ નાઇજીરિયાએ પણ ૩૧ ઑગસ્ટની ડેડલાઇન પહેલાં પોતાની રાજધાની અબુજા માટે ઔપચારિક બોલી રજૂ કરી હોવાની પુષ્ટિ અધિકારીઓએ કરી છે.
કૅનેડાએ અગાઉ કૉમનવેલ્થ ગેમ્સ 2030 માટે બિડિંગમાં રસ દર્શાવ્યો હતો, પરંતુ બાદમાં બજેટની મર્યાદાઓને ટાંકીને નામ પરત ખેંચી લીધું હતું. યજમાની કોને મળશે એની પુષ્ટિ આગામી નવેમ્બર મહિનામાં જનરલ ઍસેમ્બલી મીટિંગમાં થઈ શકે છે.

