Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કોબ્રાને પકડ્યા પછી ખબર પડી કે એ ઘાયલ છે એટલે હળદર લગાવીને પછી જંગલમાં છોડ્યો

કોબ્રાને પકડ્યા પછી ખબર પડી કે એ ઘાયલ છે એટલે હળદર લગાવીને પછી જંગલમાં છોડ્યો

Published : 31 July, 2026 11:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં ઘાયલ કોબ્રાને રેસ્ક્યુ કરતી વખતે એક મહિલાએ તેના ઘા પર હળદર લગાવી હતી. ત્યારબાદ સ્નેક-રેસ્ક્યુઅરે સાપને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કર્યો.

કોબ્રાને પકડ્યા પછી ખબર પડી કે એ ઘાયલ છે એટલે હળદર લગાવીને પછી જંગલમાં છોડ્યો

કોબ્રાને પકડ્યા પછી ખબર પડી કે એ ઘાયલ છે એટલે હળદર લગાવીને પછી જંગલમાં છોડ્યો


સોશ્યલ મીડિયા પર એક વિડિયો ખૂબ વાઇરલ થયો છે જેમાં એક અગાસીમાં લાંબો અને કાળો ઝેરી સાપ સળવળી રહ્યો છે. વાઇલ્ડલાઇફનો નિષ્ણાત એ સાપને પૂંછડીએથી પકડીને અને મોં દબાવીને પકડી લે છે. ઝેરી સાપ ઝપટ મારીને કરડી લેતા હોય છે એટલે સ્નેક-રેસ્ક્યુઅર હાથેથી જ એનું મોં દાબી દે છે. એ જ વખતે પાસે ઊભેલી એક મહિલાને ખબર પડે છે કે સાપના શરીર પર ઘા થયો છે અને એમાંથી નીકળતું લોહી જામી ગયેલું છે. એટલે કોબ્રાને કોથળામાં ભરતાં પહેલાં જ એ મહિલા તેના શરીર પર લગાવવા માટે હળદર લઈને આવે છે. હળદર ચોપડીને પછી સાપને હળવેકથી કોથળામાં ભરીને જંગલમાં છોડી દેવાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK