Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડિલિવરી બૉય્ઝ માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મહિલાએ ઘરની બહાર રાખ્યું પાણી

ડિલિવરી બૉય્ઝ માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મહિલાએ ઘરની બહાર રાખ્યું પાણી

Published : 15 June, 2026 12:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાળઝાળ ગરમીમાં પોતાના ઘરઆંગણેથી પસાર થતા ડિલિવરી બૉય્ઝ અને જરૂરિયાતમંદો માટે આ મહિલા છેલ્લાં બે વર્ષથી દરરોજ પીવાના પાણીની વ્યવસ્થા કરી રહી છે.

મહિલાએ દીવાલ પર હાથથી લખેલી એક નોટ પણ લગાવી છે, જેમાં સ્પષ્ટ શબ્દોમાં ડિલિવરી બૉય્ઝ માટે પાણી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

અજબ ગજબ

મહિલાએ દીવાલ પર હાથથી લખેલી એક નોટ પણ લગાવી છે, જેમાં સ્પષ્ટ શબ્દોમાં ડિલિવરી બૉય્ઝ માટે પાણી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે


કહેવાય છે કે નાનીઅમથી મદદ પણ ક્યારેય એળે જતી નથી. સોશ્યલ મીડિયા પર આજકાલ એક મહિલાની આવી જ એક પ્રેરણાદાયી દિનચર્યા વાઇરલ થઈ રહી છે, જેણે ઇન્ટરનેટ પર લાખો લોકોનાં દિલ જીતી લીધાં છે. કાળઝાળ ગરમીમાં પોતાના ઘરઆંગણેથી પસાર થતા ડિલિવરી બૉય્ઝ અને જરૂરિયાતમંદો માટે આ મહિલા છેલ્લાં બે વર્ષથી દરરોજ પીવાના પાણીની વ્યવસ્થા કરી રહી છે.  

વિડિયોમાં જોઈ શકાય છે કે મહિલાએ તેના ઘરના મુખ્ય દરવાજાની બહાર એક નાનું પ્લાસ્ટિકનું સ્ટૂલ રાખ્યું છે, જેના પર પાણીની બૉટલો અને સ્ટીલનો ગ્લાસ મૂકેલાં છે. તેણે વિડિયો સાથે લખ્યું છે, ‘છેલ્લાં બે વર્ષથી મારો આ રોજનો નિયમ છે. સવારે હું સૌથી પહેલાં દરવાજો ખોલીને બહાર રાખેલી પાણીની બૉટલો તપાસું છું અને એમને તાજા પાણીથી ફરી ભરી દઉં છું. મારા મિત્રોની મદદથી મેં ત્યાં અલગ-અલગ ભાષાઓમાં ‘પાણી’ લખેલું બોર્ડ પણ લગાવ્યું છે જેથી કોઈને સંકોચ ન થાય. હાલ પડી રહેલી અસહ્ય ગરમીને કારણે આ બૉટલો રોજ ખાલી થઈ જાય છે. આ માત્ર પાંચ મિનિટનું કામ છે, પણ કોઈનો આખો દિવસ સરળ બનાવી શકે છે.’



મહિલાએ દીવાલ પર હાથથી લખેલી એક નોટ પણ લગાવી છે, જેમાં સ્પષ્ટ શબ્દોમાં ડિલિવરી બૉય્ઝ માટે પાણી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિડિયોની કૅપ્શનમાં મહિલાએ લોકોને અપીલ કરતાં લખ્યું છે કે ‘જો તમારા ઘરે પણ નિયમિત કોઈ મદદગાર કે ડિલિવરી બૉય્ઝ આવતા હોય તો તેમના માટે પાણી બહાર રાખવાનો પ્રયાસ કરો. ગરમી ખૂબ જ આકરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2026 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK