આઇસક્રીમમાં ચપટીક સોનાનો વરખ ઉમેરીને એને મોંઘોદાટ કરીને વેચનારાં અનેક તિકડમો ચીનની રેસ્ટોરાંઓમાં જોવા મળે છે. જોકે જપાનની આઇસક્રીમ બ્રૅન્ડ સિલાટો દ્વારા બનાવાયેલો બ્યાકુયા નામનો આઇસક્રીમ વિશ્વનો સૌથી મોંઘો આઇસક્રીમ હોવા ઉપરાંત હટકે પણ છે.
શેફ તાડાયોશી યામાદા અને લક્ઝુરિયસ આઇસક્રીમ
આઇસક્રીમમાં ચપટીક સોનાનો વરખ ઉમેરીને એને મોંઘોદાટ કરીને વેચનારાં અનેક તિકડમો ચીનની રેસ્ટોરાંઓમાં જોવા મળે છે. જોકે જપાનની આઇસક્રીમ બ્રૅન્ડ સિલાટો દ્વારા બનાવાયેલો બ્યાકુયા નામનો આઇસક્રીમ વિશ્વનો સૌથી મોંઘો આઇસક્રીમ હોવા ઉપરાંત હટકે પણ છે. આ આઇસક્રીમનો એક સ્કૂપ ૮,૭૩,૦૦૦ જૅપનીઝ યેન એટલે કે લગભગ ૫.૨૩ લાખ રૂપિયાનો છે. આ આઇસક્રીમ એ અલ્ટિમેટ લક્ઝુરિયસ આઇસક્રીમ છે જેમાં ખાઈ શકાય એવો સોનાનો વરખ તો છે જ, પણ એમાં વપરાયેલું પાર્મેસન ચીઝ, બહુ જૂજ જોવા મળતું એક્સ્પેન્સિવ વાઇટ ટ્રફલ, જૅપનીઝ રાઇસમાંથી બનાવેલા વર્ષો જૂના રાઇસ વાઇનનું અનોખું કૉમ્બિનેશન છે જેને કારણે એનો સ્વાદ ખૂબ જ જુદો હોય છે. શેફ તાડાયોશી યામાદાએ દોઢ વર્ષની મહેનત પછી આ હૅન્ડક્રાફ્ટેડ આઇસક્રીમ તૈયાર કર્યો છે જેની એક ચમચી ચાખવાનું પણ સામાન્ય લોકોને પરવડે એમ નથી. આ આઇસક્રીમ ચાખવા માટે જે સ્પૂન હોય છે એ પણ હૅન્ડક્રાફ્ટેડ અને ક્યોતો મંદિરમાંથી મળી આવેલા પથ્થરના મટીરિયલમાંથી બનેલી છે.

