અમેરિકાની નૅશનલ સ્લીપ ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થાના એક રિપોર્ટ મુજબ ટૉઇલેટ-સીટની લીડ પર જેટલા બૅક્ટેરિયા અને જંતુઓ હોય છે એના કરતાં વધુ ગંદકી રોજ વપરાતા તકિયાના કવરમાં હોઈ શકે છે. તો એક વીકમાં બે વાર ઓશીકાનું કવર ધોવું જ જોઈએ.
પ્રતીકાત્મક તસવીર
ભલે આપણે વારંવાર ભૂલી જતા હોઈએ, પરંતુ ટૉઇલેટમાંથી બહાર આવીને પહેલાં સાબુથી હાથ ધોવા જોઈએ એવું આપણને બાળપણથી શીખવવામાં આવ્યું છે. જોકે અમેરિકાની નૅશનલ સ્લીપ ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થાના એક રિપોર્ટ મુજબ ટૉઇલેટ-સીટની લીડ પર જેટલા બૅક્ટેરિયા અને જંતુઓ હોય છે એના કરતાં વધુ ગંદકી રોજ વપરાતા તકિયાના કવરમાં હોઈ શકે છે. એક વીક સુધી તમે જે ઓશીકા પર માથું નાખીને સૂતા આવ્યા છો એને જો ધોયું નથી તો એના પર ડસ્ટ, માઇટ્સ, બૅક્ટેરિયા, લાળના અંશો, તૂટેલા વાળમાં રહેલા જંતુઓ અને ઈવન પરસેવાને કારણે પનપતી ફંગસના અવશેષો જમા થઈ જાય છે. અભ્યાસકર્તાઓએ નોંધ્યું છે કે એક વીક સુધી રોજ વપરાયેલા અને ન ધોવાયેલા ઓશીકાના કવર પર ૧૭,૦૦૦થી વધુ પ્રકારના બૅક્ટેરિયા જમા હોય છે. જો એ પછી પણ કવર ધોવામાં ન આવે તો દર સ્ક્વેર ઇંચની જગ્યામાં ત્રણથી પાંચ મિલ્યન બૅક્ટેરિયાની કૉલોની બની જાય છે. એનો મતલબ એ છે કે બૅક્ટેરિયાના ચેપથી બચવું હોય તો એક વીકમાં બે વાર ઓશીકાનું કવર ધોવું જ જોઈએ. જો એમ ન કરવામાં આવે તો ખીલ, ખોડો, અસ્થમા, ઍલર્જી થવાનું રિસ્ક વધે છે.
આ ઉપરાંત ઘરનાં સ્વિચબોર્ડ્સ, દરવાજાનાં હૅન્ડલ, વૉશબેસિન, ફ્રિજનું હૅન્ડલ, ઝાપટિયું કે મસોતું, કાંસકો અને ટીવી-ઍરકન્ડિશનરનું રિમોટ એવી જગ્યાઓ છે જ્યાં ગંદકી જમા થવાની સંભાવના સૌથી વધુ છે.

