Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજથી ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ T20 મૅચની સિરીઝ શરૂ થશે

આજથી ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ T20 મૅચની સિરીઝ શરૂ થશે

Published : 21 November, 2026 09:36 AM | Modified : 21 November, 2026 09:48 AM | IST | Melbourne
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડ સામે માત્ર ૨૦૧૪માં T20 સિરીઝ જીત્યું હતું આૅસ્ટ્રેલિયા.

ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક અને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શ

ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક અને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શ


યજમાન ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે આજથી બે ડિસેમ્બર દરમ્યાન પાંચ T20 મૅચની સિરીઝ રમાશે. અગાઉ ૩ વન-ડે મૅચની સિરીઝમાં ઇંગ્લૅન્ડ ૨-૧થી જીત્યું હતું. મેલબર્નથી શરૂ થનારી 
T20 સિરીઝની તમામ મૅચો ભારતીય સમય અનુસાર બપોરે ૧.૪૫ વાગ્યાથી શરૂ થશે.

આ બન્ને ટીમો વચ્ચે આઠમી વખત T20 સિરીઝ રમાશે. પહેલી વખત આ ટીમો એકબીજા સામે પાંચ T20 મૅચની સિરીઝ રમાશે. અગાઉ ૩ સિરીઝ બે-બે મૅચોની અને ૪ સિરીઝ ત્રણ-ત્રણ મૅચોની રમાઈ હતી. સાતમાંથી બે સિરીઝ ઇંગ્લૅન્ડે (૨૦૨૦, ૨૦૨૩) અને ૧ સિરીઝ ઑસ્ટ્રેલિયા (૨૦૧૪)એ જીતી હતી. ૨૦૨૪ની અંતિમ સિરીઝ સહિત ૪ સિરીઝ ડ્રૉ પણ રહી છે.



ઑસ્ટ્રેલિયાની ધરતી પર આ બન્ને ટીમો ૩ T20 સિરીઝ રમી છે. છેલ્લી ૨૦૨૩ની સિરીઝમાં ઇંગ્લૅન્ડ જીત્યું હતું. ૨૦૧૪ની સિરીઝમાં ઑસ્ટ્રેલિયા વિજેતા બન્યું હતું. ૨૦૧૧ની સિરીઝ ડ્રૉ રહી હતી.
આ દેશોની મેન્સ ટીમો વચ્ચે ૨૬ T20 મૅચ રમાઈ છે અને બન્નેએ એકસરખી ૧૨-૧૨ મૅચો જીતી છે. બે મૅચો નો-રિઝલ્ટ રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 09:48 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK