વિડિયોમાં હારિસ રઉફ પાકિસ્તાની ફૅન્સને મારવા દોડી રહ્યો હતો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વિડિયોમાં હારિસ રઉફ પાકિસ્તાની ફૅન્સને મારવા દોડી રહ્યો હતો. હારિસ રઉફ તેની પત્ની સાથે હતો. તેણે પણ હારિસને રોકવાની કોશિશ કરી હતી. આવું કેમ થયું? હારિસ કેમ ગુસ્સે થઈ ગયો? પાકિસ્તાની ફાસ્ટ બોલરે આનું કારણ સોશ્યલ મીડિયા પર આપ્યું હતું.
લડાઈના વિડિયો વિશે સ્પષ્ટતા આપતાં હારિસ રઉફે કહ્યું હતું કે ‘એક સાર્વજનિક વ્યક્તિ તરીકે હું લોકોની દરેક પ્રકારની પ્રતિક્રિયા માટે તૈયાર છું. તેઓ અમને સપોર્ટ આપે છે અને અમારી ટીકા પણ કરે છે, પણ જો કોઈ મારા પરિવાર વિશે કંઈક કહે તો હું પણ એ જ રીતે જવાબ આપીશ. કોઈના પરિવાર પ્રત્યે આદર દર્શાવવો મહત્ત્વપૂર્ણ છે.’

