ઑસ્ટ્રેલિયાના સિડનીમાં લીગના માલિક અભિષેક બચ્ચને ૬માંથી ૩ ટીમના માલિકોની જાહેરાત કરી હતી
ઑસ્ટ્રેલિયામાં ટીમના માલિકો અને અધિકારીઓ સાથે અભિષેક બચ્ચને સ્પેશ્યલ ફોટોશૂટ કરાવ્યું હતું
લાંબા સમયથી વિલંબિત યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL) આ વર્ષે શરૂ થવાની તૈયારીમાં છે. ઍક્ટર અભિષેક બચ્ચનની માલિકીવાળી આ ટીમોની લીગ ૨૬ ઑગસ્ટથી શરૂ થશે. ICC દ્વારા મંજૂર કરાયેલી આ વૈશ્વિક મલ્ટિ-કન્ટ્રી ફ્રૅન્ચાઇઝ લીગ છે જેને નેધરલૅન્ડ્સ , આયરલૅન્ડ અને સ્કૉટલૅન્ડના ક્રિકેટ બોર્ડ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
ઑસ્ટ્રેલિયાના સિડનીમાં લીગના માલિક અભિષેક બચ્ચને ૬માંથી ૩ ટીમના માલિકોની જાહેરાત કરી હતી. ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ આઇરિશ વુલ્વ્સનો માલિક બન્યો છે; જ્યારે ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ઑસ્ટ્રેલિયન કૅપ્ટન સ્ટીવ વૉ અને પાંચ વખતના વર્લ્ડ પ્લેયર ઑફ ધ યર અને ઑલિમ્પિક્સ ગોલ્ડ મેડલિસ્ટ જેમી ડ્વાયર ઍમ્સ્ટરડૅમ ટીમના તથા ઇંગ્લૅન્ડના હેડ કોચ બ્રૅન્ડન મૅકલમનો ભાઈ નૅથન બ્રૅન્ડન મૅકલમ અને ન્યુ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર કાઇલ મિલ્સ એડિનબર્ગ ટીમના માલિક બન્યા છે. બાકીની ત્રણ ટીમના માલિક આવતા મહિને જાહેર થશે.
ADVERTISEMENT
"કૃપા કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માને કોઈ કહેજો કે તેઓ રિટાયરમેન્ટ લે ત્યારે કોઈ પણ અન્ય લીગ પહેલાં અમારી યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં રમે." - અભિષેક બચ્ચન


