બે જ દિવસમાં કાઇરન પોલાર્ડ અને ઍલેક્સ હેલ્સે ૧૪,૦૦૦ T20 રન પૂરા કર્યા
વેસ્ટ ઇન્ડીઝનાે ભૂતપૂર્વ ક્રિકેટર કાઇરન પોલાર્ડ અને ઇંગ્લૅન્ડનાે ભૂતપૂર્વ ક્રિકેટર ઍલેક્સ હેલ્સ
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ ગેઇલનો હાઇએસ્ટ T20 રનનો તાજ હવે ખતરામાં છે. વેસ્ટ ઇન્ડીઝનાે ભૂતપૂર્વ ક્રિકેટર કાઇરન પોલાર્ડ અને ઇંગ્લૅન્ડનાે ભૂતપૂર્વ ક્રિકેટર ઍલેક્સ હેલ્સ હાલમાં બે દિવસની અંદર ૧૪,૦૦૦ T20 રન પૂરા કરી યુનિવર્સ બૉસના મહા રેકૉર્ડની નજીક પહોંચ્યાે છે. બન્ને ધુરંધરોએ કૅરિબિયન પ્રીમિયર લીગ 2025માં ત્રિનબાગો નાઇટ રાઇડર્સ માટે રમતાં સમયે આ માઇલસ્ટોન કર્યો છે.
ગેઇલે વર્ષ ૨૦૦૫થી ૨૦૨૨ દરમ્યાન ૪૬૩ મૅચમાં બાવીસ સેન્ચુરી અને ૮૮ ફિફ્ટી ફટકારીને ૧૪,૫૬૨ T20 રન કર્યા છે. વર્ષ ૨૦૦૯થી આ ફૉર્મેટ રમતાં ઍલેક્સ હેલ્સે ૫૦૯ મૅચમાં સાત સેન્ચુરી અને ૮૯ ફિફ્ટીના આધારે ૧૪,૦૨૪ રન કર્યા છે. જ્યારે વર્ષ ૨૦૦૬થી T20 ફૉર્મેટ રમતાં પોલાર્ડે ૭૧૩ T20 મૅચમાં માત્ર એક સેન્ચુરી અને ૬૪ ફિફ્ટીની મદદથી ૧૪,૦૧૨ રન કર્યા છે. ૩૬ વર્ષનો ઍલેક્સ હેલ્સ અને ૩૮ વર્ષનો કાઇરન પોલાર્ડ વિશ્વભરની T20 લીગમાં રમી રહ્યા છે. બન્નેમાંથી કોણ પહેલાં ગેઇલનો મહા રેકૉર્ડ તોડશે એના પર સૌની નજર રહેશે.

