Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આવતી કાલે જામશે ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન સામે

આવતી કાલે જામશે ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન સામે

Published : 27 September, 2026 12:10 PM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશિયન ગેમ્સ મેન્સ ક્રિકેટમાં વરસાદને કારણે કેટલીક મૅચ રદ થતાં ક્વૉર્ટર ફાઇનલનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત સોમવારે અફઘાનિસ્તાન સામે રમશે, જ્યારે પાકિસ્તાન-હૉન્ગકૉન્ગ અને નેપાલ-શ્રીલંકા વચ્ચે પણ મુકાબલો થશે.

બુલેટ ટ્રેનમાં નાગોયા પહોંચ્યા ભારતીય ક્રિકેટરો.

બુલેટ ટ્રેનમાં નાગોયા પહોંચ્યા ભારતીય ક્રિકેટરો.


શનિવારે ભારે વરસાદના કારણે મલેશિયા અને ઓમાન વચ્ચેની ગ્રુપ Bની લીગ મૅચ ટૉસ વગર જ રદ કરવી પડી હતી. આ અગાઉ સવારે રમાયેલી નેપાલ અને જપાન વચ્ચેની મૅચ પણ વરસાદને કારણે અધવચ્ચેથી જ પડતી મૂકવામાં આવી હતી. આ સતત ધોધમાર વરસાદ અને મૅચો ધોવાઈ જવાના કારણે એશિયન ગેમ્સ મેન્સ ક્રિકેટ સ્પર્ધાની ક્વૉર્ટર ફાઇનલ લાઇન-અપ સત્તાવાર રીતે કન્ફર્મ થઈ ગઈ છે, જેમાં ગ્રુપ Bમાંથી મલેશિયા અને હૉન્ગકૉન્ગ તથા ગ્રુપ Aમાંથી નેપાલ અને અફઘાનિસ્તાનની ટીમોએ અંતિમ આઠમાં જગ્યા બનાવી લીધી છે અને ઓમાન તથા યજમાન જાપાન સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયાં છે.
ગ્રુપ-સ્ટેજનાં આ સમીકરણો બાદ ક્વૉર્ટર ફાઇનલના જંગનું સમયપત્રક ગોઠવાઈ ગયું છે, જેમાં ભારતનો મુકાબલો સોમવારે થશે. પ્રથમ ક્વૉર્ટર ફાઇનલમાં હૉન્ગકૉન્ગનો સામનો પાકિસ્તાન સામે સોમવારે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે થશે. ત્યાર બાદ સોમવારે સવારે ૧૦ વાગ્યે રમાનારી બીજી ક્વૉર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ગોલ્ડ મેડલિસ્ટ ભારતીય ટીમનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. મંગળવારે સવારે ૫.૩૦ વાગ્યે ત્રીજી ક્વૉર્ટર ફાઇનલમાં નેપાલની ટીમ શ્રીલંકા સામે ટકરાશે, જ્યારે એ જ દિવસે સવારે ૧૦ વાગ્યે ચોથી અને આખરી ક્વૉર્ટર ફાઇનલમાં મલેશિયાનો સામનો બંગલાદેશ સામે થશે. આ તમામ ક્વૉર્ટર ફાઇનલની વિજેતા ટીમો વચ્ચે આગામી ૧ ઓક્ટોબરના રોજ સેમીફાઇનલના મુકાબલા ખેલાશે અને મેડલ માટેની ફાઇનલ મૅચો ૩ ઑક્ટોબરે રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 12:10 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK