આ વર્ષની શરૂઆતમાં તેને આવી જ ઇન્જરીને કારણે બે મહિના માટે બહાર રાખવામાં આવ્યો હતો
ટિમ ડેવિડ
મિડલ-ઑર્ડર પાવર હિટર ટિમ ડેવિડની ઇન્જરીએ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ઑસ્ટ્રેલિયાની ચિંતામાં વધારો કર્યો છે. હોબાર્ટ હરિકેન્સ માટે ૪ મૅચમાં ૯૮ રન કરનાર ટિમ ડેવિડ હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે બિગ બૅશ લીગ (BBL)માંથી બહાર થઈ ગયો છે. આ વર્ષની શરૂઆતમાં તેને આવી જ ઇન્જરીને કારણે બે મહિના માટે બહાર રાખવામાં આવ્યો હતો.
જોકે ઑસ્ટ્રેલિયાના હેડ કોચ ઍન્ડ્રુ મૅક્ડોનલ્ડે આશા વ્યક્ત કરી છે કે ટિમ ડેવિડ T20 વર્લ્ડ કપ પહેલાં સ્વસ્થ થઈ જશે અને પહેલાંની જેમ રમશે. ઑસ્ટ્રેલિયન હેડ કોચે ICCને આપેલા ઇન્ટરવ્યુમાં પુષ્ટિ કરી હતી કે ફાસ્ટ બોલર પૅટ કમિન્સ અને જોશ હેઝલવુડને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે સંભવિત ટીમમાં સામેલ કરવામાં આવે એવી શક્યતા છે. ઇન્જરીને કારણે ઍશિઝમાં પૅટ કમિન્સ માત્ર એક મૅચ રમી શક્યો અને જોશ હેઝલવુડ એક પણ મૅચ નથી રમી શક્યો.


