ખરાબ ફૉર્મને લીધે વેસ્ટ ઇન્ડીઝ સિરીઝમાં ડ્રૉપ થયેલો માર્નસ લબુશેન પાછો આવી ગયો છે
માર્નસ લબુશેન
૨૧મી નવેમ્બરથી શરૂ થઈ રહેલી ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ માટે ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ખરાબ ફૉર્મને લીધે વેસ્ટ ઇન્ડીઝ સિરીઝમાં ડ્રૉપ થયેલો માર્નસ લબુશેન પાછો આવી ગયો છે. તાજેતરમાં ડોમેસ્ટિક મૅચોમાં શાનદાર પર્ફોર્મન્સને લીધે તેનું ટીમમાં કમબૅક થયું છે. મૅટ રેન્શો અને સૅમ કૉન્સ્ટાસને અવગણીને સિલેક્ટરોએ તેની પસંદગી કરી છે. ટીમમાં સૌથી મોટી સરપ્રાઇઝ છે ૩૧ વર્ષનો જૅક વેથરાલ્ડ. તેણે ગઈ ડોમેસ્ટિક સીઝનમાં ૫૦.૩૩ની ઍવરેજથી ૯૦૬ રન બનાવ્યા હતા અને એ મોટા ભાગે પ્રથમ ટેસ્ટમાં ઉસ્માન ખ્વાજાના ઓપનિંગ પાર્ટનર તરીકે મેદાનમાં ઊતરશે. ઇન્જર્ડ પૅટ કમિન્સની ગેરહાજરીમાં ટીમની કમાલ અનુભવી સ્ટીવન સ્મિથને સોંપવામાં આવી છે.


