Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલાદેશે બીજી મૅચ જીતીને ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ વન-ડેની સિરીઝ લેવલ કરી

બંગલાદેશે બીજી મૅચ જીતીને ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ વન-ડેની સિરીઝ લેવલ કરી

Published : 21 April, 2026 04:09 PM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડ અને બંગલાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે મૅચ ગુરુવારે રમાશે.

નાહિદ રાણાએ પાંચ વિકેટ લીધી હતી.

નાહિદ રાણાએ પાંચ વિકેટ લીધી હતી.


ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી વન-ડેમાં ૨૬ રને હાર્યા બાદ બંગલાદેશે બીજી વન-ડે મૅચ ૬ વિકેટે જીતીને ત્રણ મૅચની સિરીઝને ૧-૧થી લેવલ કરી છે. ઓપનર નિક કેલીની ૧૦૨ બૉલમાં ૮૩ રનની ઇનિંગ્સથી ન્યુ ઝીલૅન્ડે ૪૮.૪ ઓવરમાં માંડ-માંડ ૧૦ વિકેટે ૧૯૮ રન કર્યા હતા. તનઝીદ હસન તમીમના ૭૬ રન અને નઝમુલ હુસેન શાન્તોના ૫૦ રનના આધારે બંગલાદેશે ૩૫.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૯૯ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. બંગલાદેશનો ૨૩ વર્ષનો ફાસ્ટ બોલર નાહિદ રાણા પાંચ વિકેટ લઈને બંગલાદેશની જીતનો હીરો બન્યો હતો. તેણે ૧૦ ઓવરમાં ૩૨ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ૬  ફુટ પાંચ ઇંચ લાંબા આ ખેલાડીએ ૧૦ વન-ડે મૅચ રમીને બીજી વખત એક રમતમાં પાંચ વિકેટ લીધી છે. ન્યુ ઝીલૅન્ડ અને બંગલાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે મૅચ ગુરુવારે રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 04:09 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK