Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડ સામે ૧૩ વર્ષે વન-ડે સિરીઝ જીત્યું બંગલાદેશ

ન્યુ ઝીલૅન્ડ સામે ૧૩ વર્ષે વન-ડે સિરીઝ જીત્યું બંગલાદેશ

Published : 24 April, 2026 04:10 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાને ૯ ઓવરમાં ૪૩ રન આપીને સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી.

૯ ઓવરમાં ૪૩ રન આપીને સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાને.

૯ ઓવરમાં ૪૩ રન આપીને સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાને.


ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામે ૨-૧થી ત્રણ વન-ડે મૅચની સિરીઝ જીતીને બંગલાદેશે સતત હારનો સિલસિલો રોક્યો હતો. બંગલાદેશ અગાઉ આ હરીફ સામે નવેમ્બર ૨૦૧૩માં વન-ડે સિરીઝ જીત્યું હતું. ત્યાર બાદની સતત પાંચ વન-ડે સિરીઝ ન્યુ ઝીલૅન્ડ જીત્યું હતું. ૧૨ વન-ડે સિરીઝમાં બંગલાદેશ ન્યુ ઝીલૅન્ડ સામે માત્ર ત્રીજી વન-ડે જીત્યું છે. ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી વન-ડે ૨૬ રને હાર્યા બાદ બંગલાદેશ સતત બે મૅચ ૬ વિકેટ અને પંચાવન રને જીત્યું હતું. ત્રીજી વન-ડેમાં નઝમુલ હુસેન શાન્તોની ૧૦૫ રન અને લિટન દાસની ૭૬ રનની ઇનિંગ્સથી બંગલાદેશે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૬૫ રન કર્યા હતા. જવાબમાં ઓછા અનુભવી પ્લેયર્સવાળી ન્યુ ઝીલૅન્ડની ટીમ ૪૪.૫ ઓવરમાં ૨૧૦ રને ઑલઆઉટ થઈ ગયું હતું. ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાને ૯ ઓવરમાં ૪૩ રન આપીને સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી.

PSL માટે મુસ્તફિઝુરનું NOC રદ



બંગલાદેશ ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાન અને નાહિદ રાણાનું પાકિસ્તાન સુપર લીગ માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) પાછું ખેંચી લીધું હતું. મેડિકલ સ્કૅન બાદ મુસ્તફિઝુર રહમાનને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેવાની સલાહ આપવામાં આવી છે. યંગ ફાસ્ટ બોલર નાહિદ રાણાને આગામી ટેસ્ટ-સિરીઝને ધ્યાનમાં રાખીને NOC આપવામાં નથી આવ્યું. મુસ્તફિઝુર રહમાનને અગાઉ બે તબક્કામાં પાકિસ્તાન સુપર લીગમાં રમવા માટે NOC મળ્યું હતું. ૨૬ માર્ચથી ૧૨ એપ્રિલ વચ્ચે તેણે લાહોર કલન્દર્સ માટેની પાંચ મૅચમાં ૬ વિકેટ લીધી હતી. મહત્ત્વપૂર્ણ બીજા તબક્કાનું NOC હવે રદ કરવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 04:10 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK