Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટ ઑસ્ટ્રેલિયા ઇલેવન સામે વૉર્મ-અપ મૅચની બીજી ઇનિંગ્સમાં બંગલાદેશી ટીમ ૫૪ રને ઑલઆઉટ

ક્રિકેટ ઑસ્ટ્રેલિયા ઇલેવન સામે વૉર્મ-અપ મૅચની બીજી ઇનિંગ્સમાં બંગલાદેશી ટીમ ૫૪ રને ઑલઆઉટ

Published : 09 August, 2026 12:42 PM | IST | Canberra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશની છેલ્લી ૬ વિકેટ માત્ર ૯ રનની અંદર પડી

યંગ ફાસ્ટ બોલર કૅમ્પબેલ થૉમ્પસને માત્ર પચીસ રન આપીને ૮ વિકેટ લીધી હતી.

યંગ ફાસ્ટ બોલર કૅમ્પબેલ થૉમ્પસને માત્ર પચીસ રન આપીને ૮ વિકેટ લીધી હતી.


બંગલાદેશની ટીમ આગામી ૧૩ ઑગસ્ટથી ૨૬ ઑગસ્ટ દરમ્યાન યજમાન ઑસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમશે. આ સિરીઝ પહેલાં બંગલાદેશી ટીમે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા ઇલેવન સામે ત્રણ દિવસની વૉર્મ-અપ મૅચ રમવાની શરૂઆત કરી હતી, જેમાં બંગલાદેશી ટીમને એક ઇનિંગ્સ અને ૩૮ રને હાર મળી છે. 
ડાર્વિનમાં મેહદી હસન મિરાઝે કરેલા ૧૪૧ બૉલમાં અણનમ ૧૦૯ રનની મદદથી બંગલાદેશે ૭૫.૫ ઓવરમાં ૨૬૩-૧૦નો સ્કોર કર્યો હતો. હરીફ ટીમે ટિગ વિલીના ૧૭૭ બૉલમાં ૧૩૦ રનની મદદથી ૮૭.૨ ઓવરમાં ૩૫૫-૧૦નો સ્કોર કરીને ૯૨ રનની લીડ મેળવી હતી. 
બીજી ઇનિંગ્સમાં ટાર્ગેટ સેટ કરતી વખતે બંગલાદેશની ટીમ બાવીસ ઓવરમાં ૫૪ રનના સ્કોરે તંબુભેગી થઈ ગઈ હતી. માત્ર ઓપનર તનઝીદ હસન તમીમ ૪૧ બૉલમાં બાવીસ રનનો ડબલ ડિજિટનો સ્કોર કરી શક્યો હતો. યંગ ફાસ્ટ બોલર કૅમ્પબેલ થૉમ્પસને ૧૧ ઓવરમાં માત્ર પચીસ રન આપીને ૮ વિકેટ લીધી હતી. બંગલાદેશની છેલ્લી ૬ વિકેટ માત્ર ૯ રનની અંદર પડી હતી.  


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 12:42 PM IST | Canberra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK