Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપ દરમ્યાન ઇન્ડિયા-A ટીમ ઇંગ્લૅન્ડમાં વાઇટ-બૉલ સિરીઝ રમશે

T20 વર્લ્ડ કપ દરમ્યાન ઇન્ડિયા-A ટીમ ઇંગ્લૅન્ડમાં વાઇટ-બૉલ સિરીઝ રમશે

Published : 04 May, 2026 11:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વન-ડેમાં હરલીન દેઓલ અને T20માં અનુષ્કા શર્મા કૅપ્ટન્સી કરશે

હરલીન દેઓલ

હરલીન દેઓલ


૧૨ જૂનથી પાંચમી જુલાઈ વચ્ચે ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સમાં ભારત સહિત ૧૨ ટીમ વચ્ચે વિમેન્સ T20 વર્લ્ડ કપ રમાશે. એ દરમ્યાન ૨૦ જૂનથી ૪ જુલાઈ વચ્ચે ઇન્ડિયા-A ટીમ ઇંગ્લૅન્ડમાં ત્રણ T20 અને વન-ડેની સિરીઝ રમશે. વન-ડેમાં હરલીન દેઓલ અને T20માં અનુષ્કા શર્મા ભારતનું નેતૃત્વ કરશે.

વિમેન્સ ઇંગ્લૅન્ડ-A સામે ૨૦, ૨૩ અને ૨૫ જૂને T20 અને ૨૮ જૂન, ૧ જુલાઈ અને ૪ જુલાઈએ વન-ડે મૅચ રમાશે. ઇંગ્લૅન્ડમાં આયોજિત વર્લ્ડ કપની ૧૫ સભ્યોની ભારતીય સ્ક્વૉડમાં સ્થાન ન મેળવી શકનાર ખેલાડીઓ આ વાઇટ-બૉલ સિરીઝમાં જોવા મળશે. વન-ડેમાં પ્રતીકા રાવલ અને T20માં વૃંદા દિનેશ વાઇસ-કૅપ્ટનની ભૂમિકા ભજવશે.



ઇન્ડિયા-A T20 સ્ક્વૉડ : અનુષ્કા શર્મા (કૅપ્ટન), વૃંદા દિનેશ (વાઇસ-કૅપ્ટન), જી. કમલિની, ઉમા છેત્રી, વૈષ્ણવી શર્મા, પ્રેમા રાવત, પૂર્વજા વેર્લેકર, જિન્તીમણિ કલિતા, સાઇમા ઠાકોર, સિમરન બહાદુર, શ્વેત સહરાવત, દિયા યાદવ, મીનુ મણિ, શબનમ શકીલ, તનુજા કંવર.


ઇન્ડિયા-A વન-ડે સ્ક્વૉડ : હરલીન દેઓલ (કૅપ્ટન), પ્રતીકા રાવલ (વાઇસ-કૅપ્ટન), પ્રિયા પુનિયા, તનીષા સિંહ, જી. કમલિની, ઉમા છેત્રી, તેજલ હસબ્રિસ, નિકી પ્રસાદ, પ્રેમા રાવત, તનુજા કંવર, વૈષ્ણવી શર્મા, શબનમ શકીલ, સાયલી સાતઘરે, જિન્તીમણિ કલિતા, સાઇમા ઠાકોર.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK