Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 બૅટિંગ રૅન્કિંગમાં પાંચમી વખત નંબર વન બૅટર બની ગઈ બેથ મૂની

T20 બૅટિંગ રૅન્કિંગમાં પાંચમી વખત નંબર વન બૅટર બની ગઈ બેથ મૂની

Published : 09 July, 2026 11:19 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિમેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં રેકૉર્ડ ત્રીજી વખત ફિફ્ટી ફટકારીને બેથ મૂનીએ પોતાની ટીમને સાતમી વખત આ ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન બનાવી હતી

બેથ મૂની

બેથ મૂની


વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બનેલી ઑસ્ટ્રેલિયાની બેથ મૂનીએ વધુ એક સિદ્ધિ મળેવી છે. વિમેન્સ T20 બૅટિંગ રૅન્કિંગમાં બેથ મૂનીએ રેકૉર્ડ પાંચમી વખત નંબર વનનું સ્થાન મેળવ્યું છે.

વિમેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં રેકૉર્ડ ત્રીજી વખત ફિફ્ટી ફટકારીને બેથ મૂનીએ પોતાની ટીમને સાતમી વખત આ ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન બનાવી હતી. ૩૨ વર્ષની બેથ મૂની એક સ્થાનના ફાયદા સાથે ૭૮૫ પૉઇન્ટ મેળવીને પહેલા ક્રમે પહોંચી હતી. તેની ઓપનિંગ પાર્ટનર જ્યૉર્જિયા વોલ ૭૭૯ પૉઇન્ટ સાથે બીજા ક્રમે સરકી ગઈ છે. સાઉથ આફ્રિકાની લૉરા વૉલ્વાર્ટ ૭૭૧ પૉઇન્ટ સાથે હવે ત્રીજા ક્રમે છે. 



ટીમ આૅફ ધ ટુર્નામેન્ટમાં પણ આૅસ્ટ્રેલિયાની સોફી મૉલિનૂ કૅપ્ટન


લંડનના ટાવર બ્રિજ પાસે ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવતી વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન સોફી મૉલિનૂ


વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ICCની ટીમ ઑફ ધ ટુર્નામેન્ટ : ડૅની વાયટ-હૉજ (ઇંગ્લૅન્ડ), બેથ મૂની (ઑસ્ટ્રેલિયા) (વિકેટકીપર), નૅટ સિવર-બ્રન્ટ (ઇંગ્લૅન્ડ), એલિસ પેરી (ઑસ્ટ્રેલિયા), ઓર્લા પ્રેન્ડરગાસ્ટ (આયરલૅન્ડ), નીલક્ષિકા સિલ્વા (શ્રીલંકા), મારિઝાન કૅપ (સાઉથ આફ્રિકા), ઍશ્લી ગાર્ડનર (ઑસ્ટ્રેલિયા), ફાતિમા સના (પાકિસ્તાન), સોફી મૉલિનૂ (ઑસ્ટ્રેલિયા) (કૅપ્ટન), શ્રી ચરણી (ભારત), ડાર્સી કાર્ટર (સ્કૉટલૅન્ડ) (૧૨મી પ્લેયર)

2,45,815 - રેકૉર્ડ આટલા દર્શકો નોંધાયા વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં. ૨૦૨૦માં ઑસ્ટ્રેલિયામાં રમાયેલા વર્લ્ડ કપમાં ૧,૩૬,૫૪૯નો આંકડો નોંધાયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 11:19 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK