જોકે તે રમતો નહીં પણ કૉમેન્ટરી કરતો જોવા મળશે
ચેતેશ્વર પુજારા
બાવીસમી નવેમ્બરથી શરૂ થતી બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) માટેની ટેસ્ટ-સિરીઝમાં ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ બૅટર ચેતેશ્વર પુજારાની એન્ટ્રી થઈ ગઈ છે. રાજકોટનો ૩૬ વર્ષનો ચેતેશ્વર પુજારા આ પાંચ મૅચની સિરીઝમાં બૅટથી નહીં પણ માઇક સાથે ફૅન્સનું મનોરંજન કરતો જોવા મળશે. તેને સ્ટાર સ્પોર્ટ્સની કૉમેન્ટરી પૅનલમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ભારતીય ટીમ માટે છેલ્લે જૂન ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમ્યો હતો. BGTની ભારતીય સ્ક્વૉડમાં તેને સ્થાન ન મળતાં ભારતીય ફૅન્સ નાખુશ જોવા મળ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકની જેમ તે પણ ક્રિકેટ-કરીઅરના અંત પહેલાં કૉમેન્ટેટર તરીકે નવી શરૂઆત કરતો જોવા મળશે.