Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટેસ્ટ-કૅપ્ટન તરીકે પહેલી મૅચમાં બ્રાયન બેનેટની સદી, ઝિમ્બાબ્વેના ૫૦૪ રન સામે અફઘાનનો સ્કોર ૧૧૩-૧

ટેસ્ટ-કૅપ્ટન તરીકે પહેલી મૅચમાં બ્રાયન બેનેટની સદી, ઝિમ્બાબ્વેના ૫૦૪ રન સામે અફઘાનનો સ્કોર ૧૧૩-૧

Published : 07 November, 2026 11:28 AM | Modified : 07 November, 2026 11:39 AM | IST | Afghanistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૫.૨ ઓવરમાં ૧૪ રનના સ્કોરે ઓપનર અબ્દુલ મલિકની વિકેટ ગુમાવ્યા પછી અફઘાનિસ્તાને સેદિકુલ્લાહ અટલના ૧૧૪ બૉલમાં પંચાવન રન અને રહમાનુલ્લાહના ૮૩ બૉલમાં ૫૦ રનની મદદથી શાનદાર વાપસી કરી હતી.

માત્ર બાવીસ વર્ષની ઉંમરે કૅપ્ટન બનીને બ્રાયન બેનેટે સદી ફટકારી

માત્ર બાવીસ વર્ષની ઉંમરે કૅપ્ટન બનીને બ્રાયન બેનેટે સદી ફટકારી


શારજાહમાં આયોજિત બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચના બીજા દિવસના અંતે ઝિમ્બાબ્વે પાસે ૩૯૧ રનની જંગી લીડ હતી. બ્રૅન્ડન ટેલર પછી કૅપ્ટન બ્રાયન બેનેટની સદીના આધારે ઝિમ્બાબ્વેએ પહેલી ઇનિંગ્સમાં ૧૩૪.૩ ઓવર રમીને ૫૦૪-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાને પહેલી ઇનિંગ્સમાં ૩૫ ઓવરમાં એક વિકેટે ૧૧૩ રન કર્યા હતા.

બ્રાયન બેનેટે ટેસ્ટ-કૅપ્ટન તરીકેની પહેલી જ મૅચમાં ૨૦૬ બૉલમાં ૧૧ ફોરની મદદથી ૧૨૮ રન કર્યા હતા. અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ સલીમ સફી અને સ્પિનર કૈસ અહમદે ૩-૩ વિકેટ લીધી હતી.



૫.૨ ઓવરમાં ૧૪ રનના સ્કોરે ઓપનર અબ્દુલ મલિકની વિકેટ ગુમાવ્યા પછી અફઘાનિસ્તાને સેદિકુલ્લાહ અટલના ૧૧૪ બૉલમાં પંચાવન રન અને રહમાનુલ્લાહના ૮૩ બૉલમાં ૫૦ રનની મદદથી શાનદાર વાપસી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 11:39 AM IST | Afghanistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK