Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૅન્ગલોરે ચેન્નઈની હૅટ-ટ્રિક હાર બાદ ધોનીની ફીરકી લીધી

બૅન્ગલોરે ચેન્નઈની હૅટ-ટ્રિક હાર બાદ ધોનીની ફીરકી લીધી

Published : 07 April, 2026 03:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધોની શનિવારે દિલ્હી કૅપિટલ્સ સામે રમે એવી સંભાવના

બૅન્ગલોરે ચેન્નઈની હૅટ-ટ્રિક હાર બાદ ધોનીની ફીરકી લીધી

બૅન્ગલોરે ચેન્નઈની હૅટ-ટ્રિક હાર બાદ ધોનીની ફીરકી લીધી


ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સને વર્તમાન સીઝનની શરૂઆતમાં જ સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈની આ હૅટ-ટ્રિક હાર પર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ જિતેશ શર્માના એક શાનદાર કૅચના બહાને મહેન્દ્ર સિંહ ધોનીની ફીરકી લીધી હતી. ઇન્જરીને કારણે ધોની સીઝનની શરૂઆતથી મેદાન અને ટીમમાં ડ્રેસિંગ રૂમમાંથી ગેરહાજર છે.  
રવિવારે જિતેશ શર્માએ ડાઇવ મારીને ઑલરાઉન્ડર શિવમ દુબેનો શાનદાર કૅચ પકડ્યો હતો. આ વિડિયો શૅર કરીને બૅન્ગલોરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું હતું કે ‘એક થા જો વિકેટ કે પીછે સે...’ ધોની માટે કહેવાતા વાક્યનું આ અધૂરું સ્વરૂપ હતું. વિકેટકીપર તરીકેની ચતુરાઈઓ માટે ધોની માટે કહેવાય છે કે ‘એક થા જો વિકેટ કે પીછે સે મૅચ બદલ દેતા થા.’ ટીમ-મૅનેજમેન્ટ અનુસાર ધોની ફિટ થવાની અણીએ છે અને શનિવારે દિલ્હી કૅપિટલ્સ સામે રમી શકે છે.

ધોનીની ગેરહાજરીમાં માત્ર એક મૅચ જીત્યું છે ચેન્નઈ



વર્તમાન સીઝનની ૩ મૅચ પહેલાં ધોની ઇન્જરીઓને કારણે ૨૦૧૦માં ૩ મૅચ અને ૨૦૧૯માં બે મૅચ ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમી શક્યો નથી. ધોનીની ગેરહાજરીમાં આ ૮ મૅચમાં ચેન્નઈ માત્ર ૨૦૧૦ની દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચ જ જીતી શક્યું હતું. ત્યાર બાદની સાતેય મૅચ ચેન્નઈ ધોની વગર હાર્યું છે. 


ટિમ ડેવિડે ચેન્નઈ સામે ડેથ ઓવર્સમાં હાઇએસ્ટ ૬૮ રન ઝૂડી દીધા

તેણે પંદરમી ઓવરમાં રમવા આવીને ૨૮૦ના સ્ટ્રાઇક-રેટથી ૭૦ રન ફટકારીને સીઝનની ૧૦૬ મીટરની લાંબી સિક્સર પણ ફટકારી


રવિવારે રાતે બૅન્ગલોરમાં વર્તમાન સીઝનનો હાઇએસ્ટ ૨૫૦ રનનો સ્કોર ઝૂડીને રજત પાટીદાર ઍન્ડ ટીમે ચેન્નઈ સામે લાગલગાટ ચોથી જીત નોંધાવી હતી. ૧૯ બૉલમાં અણનમ ૪૮ રન કરનાર કૅપ્ટન રજત પાટીદાર અને ટિમ ડેવિડે સાથે મળીને અંતિમ પાંચ ઓવરમાં ૯૭ રન ઝૂડીને પહાડ જેવો સ્કોર ઊભો કર્યો હતો. પાંચમા ક્રમે રમવા આવેલા ફિનિશર ટિમ ડેવિડે ૨૮૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. તેણે પચીસ બૉલમાં ૩ ફોર અને ૮ સિક્સરના આધારે અણનમ ૭૦ રન કર્યા હતા. પંદરમી ઓવરમાં રમવા આવીને તે IPLમાં હાઇએસ્ટ ૭૦  રનની ઇનિંગ્સ રમનાર બૅટર બન્યો હતો. તેણે IPL મૅચની ડેથ ઓવર્સ એટલે કે ૧૭થી ૨૦  ઓવર વચ્ચે હાઇએસ્ટ ૬૮ રન ફટકારવાનો પણ રેકૉર્ડ પોતાને નામે કર્યો હતો. ૩૦ વર્ષના ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ટિમ ડેવિડે વર્તમાન સીઝનની ૧૦૬ મીટરની સૌથી લાંબી સિક્સર પણ ફટકારી હતી. તેણે ચેન્નઈના પેસ બોલર જેમી ઓવરટનની ઓગણીસમી ઓવરમાં ડીપ-મિડ વિકેટ તરફ સ્ટેડિયમની બહાર બૉલ પહોંચાડી દીધો હતો.

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2026 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK