આ સીઝનમાં તેમની વચ્ચેની પ્રથમ ટક્કરમાં દિલ્હીએ કે. એલ. રાહુલની ૭૫ રનની ઇનિંગ્સના જોરે ૭ વિકેટથી શાનદાર જીત મેળવી હતી.
રિયાન પરાગ અને અક્ષર પટેલ
દિલ્હીમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે IPL 2026ની ૬૨મી મૅચ રમાશે. દિલ્હીએ પ્રથમ બે મૅચ અને રાજસ્થાને પ્રથમ ચારેય મૅચ જીતીને ટૉપ શરૂઆત કરી હતી પણ પછી કોઈની નજર લાગી ગઈ અને હવે એક-એક જીત માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે અને પ્લેઑફમાં પ્રવેશવા માટે દરેક મૅચ જીતવી જરૂરી છે. બન્ને વચ્ચેની છેલ્લી ત્રણેય મૅચમાં દિલ્હીનો વિજય થયો છે. આ સીઝનમાં તેમની વચ્ચેની પ્રથમ ટક્કરમાં દિલ્હીએ કે. એલ. રાહુલની ૭૫ રનની ઇનિંગ્સના જોરે ૭ વિકેટથી શાનદાર જીત મેળવી હતી.
