Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૌંદર્ય અને અદાઓને લીધે છવાયેલી ઑલરાઉન્ડર મેધાવી બિધુરી ઇચ્છે છે કે ‌વિરાટ કોહલી ફૉલો-બૅક કરે

સૌંદર્ય અને અદાઓને લીધે છવાયેલી ઑલરાઉન્ડર મેધાવી બિધુરી ઇચ્છે છે કે ‌વિરાટ કોહલી ફૉલો-બૅક કરે

Published : 27 August, 2026 11:46 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૌંદર્ય અને અદાઓને લીધે છવાયેલી ઑલરાઉન્ડર મેધાવી બિધુરી ઇચ્છે છે કે ‌વિરાટ કોહલી ફૉલો-બૅક કરે, WPLમાં પણ તે બૅન્ગલોરની ટીમ વતી રમવા માગે છે

મેધાવી બિધુરી

મેધાવી બિધુરી


હાલ ચાલી રહેલી મહિલાઓની દિલ્હી પ્રીમિયર લીગ આજકાલ ચર્ચામાં છે. એનું કારણ કોઈ ટીમ કે ખેલાડીના શાનદાર પર્ફોર્મન્સ નહીં, પણ એક ૨૦ વર્ષની ખેલાડીના સૌંદર્ય અને અદાઓને લીધે. આ ખેલાડી છે મેધાવી બિધુરી. ગયા અઠવાડિયે લીગની પ્રથમ મૅચમાં જ મેધાવીની વિકેટ લીધા બાદના અનોખા સેલિબ્રેશન વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયા હતા. યુઝવેન્દ્ર ચહલે પણ ઇંગ્લૅન્ડમાં કાઉન્ટીમાં વિકેટ લીધા બાદ મેધાવીની સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું. 
ક્રિકેટ ફૅન્સની નવી ક્રશ બની ગયેલી મેધાવીએ હાલમાં એક પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મારા હવે ફૉલોઅર્સ ખૂબ જ વધી ગયા છે પણ હું ઇચ્છું છું કે વિરાટ કોહલી મને ફૉલોબૅક કરે. તે વિરાટ અને મિતાલી રાજને આદર્શ માને છે. 
વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં પણ મેધાવીને રમવું છે અને એમાં પણ વિરાટ જેની સાથે સંકળાયેલો છે અે બૅન્ગલોરની ટીમમાં. આ બાબતે તેણે કહ્યું હતું કે ‘મને કોઈ પણ ટીમ સિલેક્ટ કરશે તો મને ગમશે પણ જો મારે પસંદગી કરવાની હોય તો રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને કરીશ. હું ત્યાં ઘણાને ઓળખું છું. ત્યાં વિરાટ છે, કદાચ એટલે પણ.’


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2026 11:46 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK