૭૭.૧ ઓવરની રમતમાં ૮૬ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી ભારતે
ધ્રુવ જુરેલે ૧૭૫ બૉલમાં ૧૨ ફોર અને ચાર સિક્સરની મદદથી ૧૩૨ રન કર્યા હતા
બૅન્ગલોરમાં સેન્ટર ઑફ ઍક્સલન્સમાં ગઈ કાલે ભારત અને સાઉથ આફ્રિકા-A ટીમ વચ્ચે બીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ શરૂ થઈ હતી. ઇન્ડિયા-A ૭૭.૧ ઓવરમાં ધ્રુવ જુરેલની લડાયક અણનમ ઇનિંગ્સના આધારે ૨૫૫ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું હતું. પહેલી મૅચ ત્રણ વિકેટે હાર્યા બાદ સાઉથ આફ્રિકા-A ટીમે બીજી મૅચના પહેલા દિવસથી જ પોતાનો દબદબો જાળવ્યો છે.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલી ઇન્ડિયા-A ટીમે ૮૬ રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. બૅટિંગ ઑર્ડરના ટૉપ-ફાઇવ બૅટર્સ કે. એલ. રાહુલ ૧૯ રન, અભિમન્યુ ઈશ્વરન ઝીરો, સાઈ સુદર્શન ૧૭ રન, દેવદત્ત પડિક્કલ પાંચ અને રિષભ પંત ૨૪ રન કરી શક્યા હતા. છઠ્ઠા ક્રમે રમીને વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલે ૧૭૫ બૉલમાં ૧૩૨ રન કર્યા હતા. તેની અણનમ ઇનિંગ્સમાં તેણે ૧૨ ફોર અને ચાર સિક્સર ફટકારી હતી. મહેમાન ટીમના ફાસ્ટ બોલર ટિઆન વૅન વુરેને બાવન રન આપીને સૌથી વધુ ૪ વિકેટ વિકેટ લીધી હતી.


