દિલ્હીમાં જન્મેલા ૨૬ વર્ષના લેગ-સ્પિનર દિગ્વેશ રાઠીએ પોતાની નોટબુક શૈલીની ઉજવણી વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે છેલ્લી સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ માટે ૮.૨૫ના ઇકૉનૉમી-રેટથી ૧૩ મૅચમાં ૧૪ વિકેટ લીધી હતી.
દિગ્વેશ રાઠી
દિલ્હીમાં જન્મેલા ૨૬ વર્ષના લેગ-સ્પિનર દિગ્વેશ રાઠીએ પોતાની નોટબુક શૈલીની ઉજવણી વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે છેલ્લી સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ માટે ૮.૨૫ના ઇકૉનૉમી-રેટથી ૧૩ મૅચમાં ૧૪ વિકેટ લીધી હતી. ૩૦ લાખ રૂપિયામાં લખનઉ માટે રમતા આ પ્લેયરને એના નોટબુક સેલિબ્રેશન સહિત કેટલીક ઉગ્ર બોલાચાલીને કારણે ૯.૩૭ લાખ રૂપિયા સુધીનો દંડ અને પાંચ જેટલા ડીમેરિટ પૉઇન્ટ પણ મળ્યા હતા.
નવી સીઝનની શરૂઆત કરતાં પહેલાં દિગ્વેશ રાઠીએ કહ્યું હતું કે ‘રિષભ પંત અને મૅનેજમેન્ટે મને ફક્ત એક જ વાત કહી કે તું પોતાની કુદરતી શૈલીમાં રમતો રહે, પરંતુ પ્રતિબંધ ન લગાવવો જોઈએ. છેલ્લી સીઝનમાં મારું આ ટુર્નામેન્ટમાં પહેલું જ વર્ષ હતું. મારો કોઈનું અપમાન કરવાનો કોઈ ઇરાદો નહોતો અને હજી પણ નથી, પરંતુ મને ઉજવણી કરતાં કોઈ રોકી શકતું નથી. નોટબુક શૈલીમાં ઉજવણી કરવાનો મને સંપૂર્ણ અધિકાર છે. જો બૅટર હેલ્મેટને બૅટ પર મૂકીને સદીની ઉજવણી કરી શકે તો હું મારી રીતે સેલિબ્રેશન કેમ ન કરી શકું?’
