આગામી બૅક-ટુ-બૅક T20ના જંગની તૈયારીને આખરી ઓપ આપવા તે ૨૬ નવેમ્બરથી ૧૮ ડિસેમ્બર વચ્ચે રમાનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ રમતો જોવા મળી શકે છે. મુંબઈની સ્ક્વૉડમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે.
સૂર્યકુમાર યાદવે હાલમાં નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં નેટ-સેશન દરમ્યાન બૅટિંગ-પ્રેક્ટિસ કરી
ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે હાલમાં નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં નેટ-સેશન દરમ્યાન બૅટિંગ-પ્રેક્ટિસ કરી હતી. તેણે નેટ-બોલર્સ અને પ્રૅક્ટિસ-સેશનમાં હાજર સ્થાનિક ક્રિકેટર્સ સાથે મેદાન પર આરામ કરતા સમયે ગ્રુપ-ફોટો પણ પડાવ્યો હતો. ફોટો શૅર કરીને તેણે શાનદાર પ્રૅક્ટિસ-સેશન માટે તેમનો આભાર માન્યો હતો.
આગામી બૅક-ટુ-બૅક T20ના જંગની તૈયારીને આખરી ઓપ આપવા તે ૨૬ નવેમ્બરથી ૧૮ ડિસેમ્બર વચ્ચે રમાનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ રમતો જોવા મળી શકે છે. મુંબઈની સ્ક્વૉડમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતીય ટીમ ૯થી ૧૯ ડિસેમ્બર દરમ્યાન સાઉથ આફ્રિકા સામે અને ૨૧થી ૩૧ જાન્યુઆરી વચ્ચે ન્યુ ઝીલૅન્ડ સામે પાંચ-પાંચ મૅચની T20 સિરીઝ રમશે. ફેબ્રુઆરી-માર્ચ દરમ્યાન ભારતીય ટીમ ઘરઆંગણે T20 વર્લ્ડ કપ રમવા પણ ઊતરશે.
આજથી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ટક્કર શરૂ
ADVERTISEMENT
T20 ફૉર્મેટની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ૧૮મી સીઝન આજથી ૧૮ ડિસેમ્બર સુધી રમાશે. ૩૮ ટીમને પાંચ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. એમાંથી એક પ્લેટ ગ્રુપમાં ૬ ટીમ અને અન્ય ૪ એલીટ ગ્રુપમાં ૮-૮ ટીમનો સમાવેશ થાય છે. એલીટ A ગ્રુપમાં સામેલ ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈની ટીમ ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરના નેતૃત્વ હેઠળ રમવા ઊતરશે.
૨૦૦૬-’૦૭થી રમાતી આ ટુર્નામેન્ટમાં તામિલનાડુ પ્રથમ સીઝન સહિત સૌથી વધુ ૩ વખત ચૅમ્પિયન બન્યું છે. મુંબઈ, કર્ણાટક સહિત બરોડાએ બે-બે વખત આ ટાઇટલ પોતાને નામે કર્યું છે. આ ટુર્નામેન્ટ IPL 2026ના ઑક્શન માટે ભારતીય પ્લેયર્સ માટે ઑડિશન સમાન બની રહેશે.
મુંબઈની ટીમનું શેડ્યુલ
મુંબઈની ટીમ આજે રેલવેની ટીમ સામે, ૨૮ નવેમ્બરે વિદર્ભ, ૩૦ નવેમ્બરે આંધ્ર પ્રદેશ, બે ડિસેમ્બરે અાસામ, ૪ ડિસેમ્બરે કેરલા, ૬ ડિસેમ્બરે છત્તીસગઢ અને ૮ ડિસેમ્બરે ઓડિશા સામે ગ્રુપ-સ્ટેજની મૅચ રમશે. આ તમામ મૅચ મુંબઈની ટીમ લખનઉના એકાના સ્ટેડિયમમાં જ રમશે.


