૨૧ વર્ષનો એન્જિનિયરિંગનો વિદ્યાર્થી માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરને ધમકીભરી ઈ-મેઇલ મોકલનાર શંકાસ્પદ વ્યક્તિની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ગૌતમ ગંભીર
ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરને ધમકીભરી ઈ-મેઇલ મોકલનાર શંકાસ્પદ વ્યક્તિની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (સેન્ટ્રલ) એમ. હર્ષવર્ધને પોતાના નિવેદનમાં કહ્યું કે ‘ગુજરાતનો ૨૧ વર્ષનો જિજ્ઞેશસિંહ પરમાર એન્જિનિયરિંગ વિદ્યાર્થી છે. તેનો પરિવાર દાવો કરે છે કે તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. વધુ તપાસ ચાલુ છે.’
પહલગામ હુમલાના દિવસે બાવીસ એપ્રિલે ભારતીય હેડ કોચના ઈ-મેઇલ અકાઉન્ટ પર ISIS કાશ્મીર આઇડી પરથી મળેલી ધમકીભરી ઈ-મેઇલના સ્ક્રીનશૉટ સાથે રાજિન્દરનગર પોલીસ-સ્ટેશનમાં ગયા અઠવાડિયે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ૨૦૨૨માં પણ તેમને આવી જ ધમકીઓ મળી હતી જેના કારણે તેની સુરક્ષા કડક બનાવવામાં આવી હતી.

