Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૅપ્ટન શ્રેયસ અય્યરે બનાવ્યો આ રેકોર્ડ, સરપંચ સાહેબે દિગ્ગજોના ક્લબમાં મારી એન્ટ્રી

કૅપ્ટન શ્રેયસ અય્યરે બનાવ્યો આ રેકોર્ડ, સરપંચ સાહેબે દિગ્ગજોના ક્લબમાં મારી એન્ટ્રી

Published : 02 July, 2026 03:32 PM | IST | Durham
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

England vs India, 1st T20I: કૅપ્ટન શ્રેયસ અય્યરે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ T20I મેચમાં ૬૮ રન બનાવ્યા હતા, આ ઇનિંગ દરમિયાન સરપંચ સાહેબે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો અને ૫,૦૦૦ આંતરરાષ્ટ્રીય રન પણ પૂર્ણ કર્યા છે

શ્રેયસ અય્યરની ફાઇલ તસવીર

શ્રેયસ અય્યરની ફાઇલ તસવીર


ભારત (India) અને ઇંગ્લેન્ડ (England) વચ્ચે રમાયેલી પ્રથમ ટી-૨૦ (England vs India 1st T20I) મેચ વરસાદના કારણે રદ કરવી પડી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૯ રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારે વરસાદ શરૂ થતાં ઇંગ્લેન્ડની ઇનિંગ શરૂ થઈ શકી નહોતી અને મેચ પરિણામ વિના સમાપ્ત થઈ હતી. મેચ રદ થઈ હોવા છતાં, ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યર (Shreyas Iyer) અને ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma)એ પોતાની શાનદાર બેટિંગથી અનેક મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા.

ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી પહેલી ટી-૨૦ મેચ (England vs India, 1st T20I)માં અભિષેક શર્માએ ૫૯ રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યરે ૬૮ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન શ્રેયસ અય્યર ઇંગ્લેન્ડની ધરતી પર ટી-૨૦ ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. આ સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ૫૦૦૦ રન પણ પૂર્ણ કરી લીધા છે.



શ્રેયસ અય્યરે તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ


ગઈકાલે રાત્રે ઇનિંગ્સની ૧૫મી ઓવરમાં કેપ્ટન શ્રેયસ અય્યરે પોતાની અડધી સદી પૂરી કરી હતી. ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેની ૯મી અને ભારતીય કેપ્ટન તરીકે પ્રથમ ફિફ્ટી છે. ઇંગ્લેન્ડના મેદાન પર ટી-૨૦માં કોઈ ભારતીય કેપ્ટન દ્વારા રમાયેલી આ સર્વોચ્ચ ઇનિંગ છે. આ મામલામાં તેણે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)નો રેકોર્ડ તોડ્યો છે, જેણે ૨૦૧૮માં કાર્ડિફના મેદાન પર ૪૭ રન બનાવ્યા હતા.

આ શાનદાર ઇનિંગની મદદથી શ્રેયસ અય્યરે વિરાટ કોહલી અને સચિન તેંડુલકર (Sachin Tendulkar) જેવા દિગ્ગજોની ખાસ યાદીમાં એન્ટ્રી કરી લીધી છે. તેણે અત્યાર સુધી ૧૪ ટેસ્ટની ૨૪ ઇનિંગ્સમાં ૮૧૧ રન, ૭૯ વનડેની ૭૩ ઇનિંગ્સમાં ૩૦૩૫ રન અને ૫૪ ટી-૨૦ની ૫૦ ઇનિંગ્સમાં ૧૧૮૫ રન બનાવીને પોતાના ૫૦૦૦ આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા છે. ભારત માટે સૌથી ઝડપી ૫૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલી (૧૧૩ ઇનિંગ્સ) અને સચિન તેંડુલકર (૧૨૧ ઇનિંગ્સ)ના નામે છે.


કેપ્ટન અય્યર અને અભિષેક શર્માએ સંભાળી ભારતીય ઇનિંગ્સ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. સંજુ સેમસન (Sanju Samson) માત્ર ૧ રન બનાવીને આઉટ થયો હતો અને ઈશાન કિશન (Ishan Kishan) શૂન્ય રને રનઆઉટ થતાં ટીમ ઈન્ડિયા ભારે દબાણમાં આવી ગઈ હતી.

આવી મુશ્કેલ સ્થિતિમાં ઓપનર અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરીને માત્ર ૨૦ બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે ૨૪ બોલમાં ૫૯ રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તે ફૂલ-મેમ્બર દેશોમાં સૌથી ઝડપી ૧૦૦ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે, જેમાં તેણે વેસ્ટ ઈન્ડિઝ (West Indies)ના એવિન લુઈસ (Evin Lewis)નો રેકોર્ડ તોડ્યો છે.

અભિષેક આઉટ થયા બાદ કેપ્ટન અય્યરે ઇનિંગની કમાન સંભાળી હતી. તેણે પહેલા તિલક વર્મા (Tilak Varma) અને ત્યારબાદ શિવમ દુબે (Shivam Dube) સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને મિડલ ઓવર્સમાં રનની ગતિ જાળવી રાખી હતી. શિવમ દુબેએ ૨૧ બોલમાં અણનમ ૪૨ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી સાકિબ મહમૂદે ૩૩ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી, જેના કારણે હોસ્ટ ટીમે છેલ્લી ઓવરોમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારત ૧૮૯ રનનો મજબૂત સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું. જોકે, વરસાદને કારણે મેચ રદ થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2026 03:32 PM IST | Durham | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK