સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ સ્ક્રીનશૉટમાં ગુરનૂરના અર્ધનગ્ન ફોટો અને ઘણી મહિલાઓ સાથેની ફલર્ટી વાતચીત જોવા મળી હતી. સ્ક્રીનશૉટમાં ગુરનૂર મહિલાઓ પાસે તેમના ફોટો મોકલવાની પણ અપીલ કરી રહ્યો હતો.
ગુરનૂર બરાડના સ્ક્રીનશૉટથી વિવાદ
ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયા સાથે પ્રૅક્ટિસ કરી રહેલો પંજાબનો ૨૬ વર્ષનો ફાસ્ટ બોલર ગુરનૂર બરાડ મોટા વિવાદમાં ફસાયો છે. ગુરનૂર બરાડ સાથે સંકળાયેલા સ્નૅપચૅટના કેટલાક સ્ક્રીનશૉટ વાઇરલ થયા છે.
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ સ્ક્રીનશૉટમાં ગુરનૂરના અર્ધનગ્ન ફોટો અને ઘણી મહિલાઓ સાથેની ફલર્ટી વાતચીત જોવા મળી હતી. સ્ક્રીનશૉટમાં ગુરનૂર મહિલાઓ પાસે તેમના ફોટો મોકલવાની પણ અપીલ કરી રહ્યો હતો. ૬ ફુટ પાંચ ઇંચના ગુરનૂર બરાડે હજી સુધી આ દાવાઓ વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
