તે સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ પહેલાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની બે-ત્રણ T20 મૅચ રમશે
હાર્દિક પંડ્યા
ભારતનો ૩૨ વર્ષનો ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ક્રિકેટના મેદાન પર વાપસી માટે તૈયાર છે. સપ્ટેમ્બરમાં T20 એશિયા કપ દરમ્યાન પગના સ્નાયુઓમાં ઇન્જરીને કારણે તે પ્રોફેશનલ ક્રિકેટથી દૂર હતો. છેલ્લા બે મહિનામાં BCCI સેન્ટર ઑફ એક્સલન્સમાં ટ્રેઇનિંગ કર્યા બાદ તે હવે ભારતીય ટીમમાં વાપસી માટે તૈયાર છે, પરંતુ એ પહેલાં તે ડોમેસ્ટિક ક્રિકેટ રમતો જોવા મળશે.
તે સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ પહેલાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની બે-ત્રણ T20 મૅચ રમશે. આજે હૈદરાબાદ, ૪ ડિસેમ્બરે ગુજરાત અને ૬ ડિસેમ્બરે હરિયાણા સામેની મૅચમાં તે બરોડા માટે રમશે ત્યારે નૅશનલ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝા તેની સંપૂર્ણ ફિટનેસનું મૂલ્યાંકન કરવા માટે હાજર રહેશે.


