હાર્દિક પંડ્યાએ મૉડલ અને ઍક્ટ્રેસ માહિકા શર્મા સાથે સગાઈ કરી લીધી છે એવા રિપોર્ટ થોડા સમય પહેલાં મળ્યા હતા
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મૉડલ અને ઍક્ટ્રેસ માહિકા શર્મા સાથે સગાઈ કરી લીધી છે એવા રિપોર્ટ થોડા સમય પહેલાં મળ્યા હતા. હાર્દિક પંડ્યાએ શૅર કરેલા કેટલાક ફોટોમાં માહિકા શર્માના હાથમાં ડાયમન્ડ રિંગ હોવાથી આ ચર્ચા શરૂ થઈ હતી.
જોકે માહિકા શર્માએ રમૂજી અંદાજમાં આવી અફવાઓને ફગાવી દીધી છે. તેણે સફેદ વાળની વિગ પહેરેલી કાળી બિલાડીનો ફોટો શૅર કર્યો હતો જેમાં લખ્યું હતું કે ‘ઇન્ટરનેટના કહેવા મુજબ મેં સગાઈ કરી છે, પરંતુ હું તો દરરોજ સારાં ઘરેણાં પહેરું છું.’ એટલે કે ડાયમન્ડ રિંગ જેવાં ઘરેણાં તે દરરોજ પહેરે છે.
ADVERTISEMENT
બેબી-ટૉય કારમાં ફરતી વ્યક્તિનો રમૂજી ફોટો શૅર કરીને તેણે પ્રેગ્નન્ટ હોવાના રિપોર્ટને પણ અફવા ગણાવી હતી.


