હાર્દિક પંડ્યા બૅન્ગલોરમાં BSFના જવાનો સાથે જોવા મળ્યો. IPL બાદ ઇન્જરીને કારણે ક્રિકેટથી દૂર હાર્દિક હાલમાં રિકવરી અને ફિટનેસ ટ્રેનિંગ લઈ રહ્યો છે.
BSFના જવાનો સાથે હાર્દિક પંડ્યા
ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના જવાનો સાથે જોવા મળ્યો હતો. બૅન્ગલોરમાં BSFના જવાનોના એક ગ્રુપે હાર્દિકના નવા લુક સાથે શાનદાર ફોટો પડાવ્યો હતો.
હાર્દિક પંડ્યા હાલમાં બૅન્ગલોર સ્થિત ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સલન્સમાં રિકવરી અને ફિટનેસ તાલીમ લઈ રહ્યો છે. પીઠ સહિતની ઇન્જરીઓને કારણે હાર્દિક પંડ્યા IPL પછી ક્રિકેટ રમ્યો નથી. ભારત માટે તે છેલ્લે માર્ચ ૨૦૨૬માં T20 મૅચ, માર્ચ ૨૦૨૫માં વન-ડે મૅચ અને સપ્ટેમ્બર ૨૦૧૮માં ટેસ્ટ-મૅચ રમ્યો હતો.
