Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બુમરાહને ફાસ્ટ બોલિંગનો પ્રોફેસર કહ્યો ઇયાન બિશપે

બુમરાહને ફાસ્ટ બોલિંગનો પ્રોફેસર કહ્યો ઇયાન બિશપે

21 April, 2024 08:59 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ પણ પરિસ્થિતિમાં અને કોઈ પણ બૉલ સાથે બોલિંગ કરવાની આ કળા તેને ખાસ બનાવે છે

બુમરાહ

બુમરાહ


જસપ્રીત બુમરાહની ગણતરી હાલમાં માત્ર ભારતના નહીં, સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાં થાય છે. બુમરાહ નવા બૉલ સાથે બન્ને બાજુથી સ્વિંગ કરી શકે છે અને જ્યારે બૉલ જૂનો હોય ત્યારે રિવર્સ સ્વિંગ કરી શકે છે. આ સિવાય પાવરપ્લેની શરૂઆત કરવી હોય, વચ્ચેની ઓવરોમાં ભાગીદારી તોડવી હોય કે પછી ડેથ ઓવરોમાં વિવિધતા દર્શાવવી હોય, તે ત્રણેય કરવાની ક્ષમતા ધરાવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં અને કોઈ પણ બૉલ સાથે બોલિંગ કરવાની આ કળા તેને ખાસ બનાવે છે. તેની ક્ષમતા T20, વન-ડે અને ટેસ્ટ ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં સમાન છે. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર ઇયાન બિશપે જસપ્રીત બુમરાહની ખૂબ પ્રશંસા કરી છે. બુમરાહને ફાસ્ટ બોલિંગનો પ્રોફેસર ગણાવતાં તેમણે કહ્યું કે દેશભરના યુવાનો માટે લેક્ચરનું આયોજન કરવું જોઈએ. તેણે મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ફાસ્ટ બોલરને ડૉક્ટર ઑફ ફિલોસૉફી (PhD)ની ડિગ્રી આપવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2024 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK