અમેરિકન ટીમે પોતાની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ ૧૫ ફેબ્રુઆરીએ નામિબિયા સામે ચેન્નઈમાં રમી હતી
અમેરિકન ક્રિકેટર્સે તિરુમલા મંદિરમાં કર્યાં દર્શન
અમેરિકા તરફથી મેન્સ T20 વર્લ્ડ કપ રમવા આવેલા ભારતીય મૂળના ક્રિકેટર્સે હાલમાં આંધ્ર પ્રદેશના તિરુમાલામાં પરિવારના સભ્યો સાથે દર્શન કર્યાં હતાં. કૅપ્ટન મોનાંક પટેલ, મિલિંદ કુમાર અને સૌરભ નેત્રાવલકર જેવા અનુભવી ખેલાડી પારંપરિક પોશાકમાં મંદિરમાં ભગવાન વેન્કટેશ્વરના આશીર્વાદ લઈને બહાર આવતા જોવા મળ્યા હતા.
અમેરિકન ટીમે પોતાની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ ૧૫ ફેબ્રુઆરીએ નામિબિયા સામે ચેન્નઈમાં રમી હતી. અમેરિકાને પોતાની ૪ ગ્રુપ-સ્ટેજ મૅચમાં માત્ર ભારત અને પાકિસ્તાન સામે જ હાર મળી છે. +૦.૭૮૭ના નેટ રન-રેટ અને ૪ પૉઇન્ટ સાથે અમેરિકા હાલમાં ગ્રુપ Aમાં ભારત બાદ બીજા ક્રમે છે. આજની ગ્રુપ-સ્ટેજની અંતિમ બે ટક્કરોનાં રિઝલ્ટ બાદ ટુર્નામેન્ટમાં અમેરિકન ટીમનું ભવિષ્ય નક્કી થશે.
