Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > UAEએ બૅટિંગ અને બોલિંગના રેકૉર્ડ પ્રદર્શનના આધારે કૅનેડાને માત આપી

UAEએ બૅટિંગ અને બોલિંગના રેકૉર્ડ પ્રદર્શનના આધારે કૅનેડાને માત આપી

Published : 14 February, 2026 08:07 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅનેડાનો ૧૫૧ રનનો ટાર્ગેટ UAEએ બે બૉલ પહેલાં પાંચ વિકેટ ગુમાવીને ચેઝ કર્યો

ભારતીય મૂળના આર્યનશ શર્મા T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં UAE માટે ૭૪ રનની સૌથી મોટી ઇનિંગ્સ રમ્યો હતો.

ભારતીય મૂળના આર્યનશ શર્મા T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં UAE માટે ૭૪ રનની સૌથી મોટી ઇનિંગ્સ રમ્યો હતો.


દિલ્હીમાં ગઈ કાલે બપોરની મૅચમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)એ કૅનેડા સામે પાંચ વિકેટે મૅચ જીતીને વર્તમાન T20 વર્લ્ડ કપમાં પહેલી જીત નોંધાવી હતી. ત્રીજી વખત T20 વર્લ્ડ કપ રમી રહેલા UAEએ વર્લ્ડ કપ ઇતિહાસમાં ૨૦૨૨માં માત્ર નામિબિયા સામે જીત નોંધાવી હતી. સતત બીજી મૅચ હારનાર કૅનેડાએ ૭ વિકેટે ૧૫૦ રન કર્યા હતા. જવાબમાં UAEએ ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૧ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

અમદાવાદમાં જન્મેલા ૨૮ વર્ષના ઑલરાઉન્ડર હર્ષ ઠાકરે ૩ સિક્સ અને બે ફોરના આધારે ૪૧ બૉલમાં ૫૦ રન ફટકાર્યા હતા. પાકિસ્તાની મૂળના UAEના મીડિયમ પેસ બોલર જુનૈદ સિદ્દીકીએ ૪ ઓવરમાં ૩૫ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તે T20 વર્લ્ડ કપમાં UAE માટે બેસ્ટ પ્રદર્શન કરનાર બોલર બન્યો હતો.



રન-ચેઝ દરમ્યાન ઉત્તર પ્રદેશમાં જન્મેલા ૨૧ વર્ષના આર્યનશ શર્માએ T20 વર્લ્ડ કપમાં UAE માટેની સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ રમી હતી. તેણે ઓપનિંગમાં ઊતરીને ૬ ફોર, ૩ સિક્સની મદદથી ૫૩ બૉલમાં ૭૪ રન ફટકાર્યા હતા. ૧૨.૩ ઓવરમાં UAEએ ૬૬ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. છઠ્ઠા ક્રમે રમીને સોહેબ ખાને ૪ ફોર, ૪ સિક્સ ફટકારી ૨૯ બૉલમાં ૫૧ રનની ઇનિંગ્સના આધારે શાનદાર વાપસી કરાવી આપી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 08:07 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK