૨૯ વર્ષના સિંકદર રઝાએ T20 વર્લ્ડ કપની પહેલી મૅચમાં ઓમાન સામે સ્પિનર તરીકે માત્ર ૧૭ રન આપીને એક વિકેટ લીધી હતી
સિકંદર રઝાએ T20 વર્લ્ડ કપની પહેલી મૅચમાં ઓમાન સામે સ્પિનર તરીકે જબરદસ્ત બોલિંગનું પ્રદર્શન કરતાં ૧૭ રન આપીને એક વિકેટ લીધી હતી.
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની અપડેટેટ રૅન્કિંગમાં ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર રઝાએ ફરી નંબર વન T20 ઑલરાઉન્ડરનું સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાનના સૈમ અયુબ (૨૮૨ પૉઇન્ટ)ને પછાડીને સિકંદર રઝા (૨૯૯ પૉઇન્ટ) નંબર વન બન્યો છે.
૨૯ વર્ષના સિંકદર રઝાએ T20 વર્લ્ડ કપની પહેલી મૅચમાં ઓમાન સામે સ્પિનર તરીકે માત્ર ૧૭ રન આપીને એક વિકેટ લીધી હતી. રન-ચેઝ દરમ્યાન તે પાંચ રને અણનમ રહ્યો હતો. T20 બૅટર્સના લિસ્ટમાં અભિષેક શર્મા (૯૦૮ પૉઇન્ટ) અને બોલર્સના લિસ્ટમાં સ્પિનર વરુણ ચક્રવર્તી (૭૭૩ પૉઇન્ટ)એ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.


