મુંબઈ ક્રિકેટ અસોસિએશનની કેટલીક મહિલા ક્રિકેટર્સ અને યંગ ક્રિકેટ ફૅન્સ ટ્રોફી સાથે ફોટો પડાવતાં જોવા મળ્યાં હતાં.
મુંબઈના ફેમસ સ્પૉટ પર વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ ટ્રોફીની ટૂર
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ના ૫૦ દિવસના કાઉન્ટડાઉનની ઇવેન્ટ સાથે મુંબઈથી ટ્રોફી-ટૂર શરૂ થઈ હતી. ICCએ ગઈ કાલે આ ટ્રોફી-ટૂરની પહેલી ઝલક શૅર કરી હતી જેમાં શહેરનાં ફેમસ સ્પૉટ તાજ હોટેલ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બીચ જોવા મળ્યાં હતાં. અહીં મુંબઈ ક્રિકેટ અસોસિએશનની કેટલીક મહિલા ક્રિકેટર્સ અને યંગ ક્રિકેટ ફૅન્સ ટ્રોફી સાથે ફોટો પડાવતાં જોવા મળ્યાં હતાં.

