Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ માટે સંજુ સૅમસનની વાપસી, રિન્કુ સિંહ ડ્રૉપ

અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ માટે સંજુ સૅમસનની વાપસી, રિન્કુ સિંહ ડ્રૉપ

Published : 02 September, 2026 09:36 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જસપ્રીત બુમરાહ સહિત ચાર ખેલાડીઓ ફિટનેસ ક્લિયરન્સ મળશે તો જ રમશે

અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ માટે સંજુ સૅમસનની વાપસી, રિન્કુ સિંહ ડ્રૉપ

અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ માટે સંજુ સૅમસનની વાપસી, રિન્કુ સિંહ ડ્રૉપ


દિલ્હીમાં ૧૩થી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન રમાનારી સિરીઝ માટે ગઈ કાલે ભારતીય T20 સ્ક્વૉડની જાહેરાત કરવામાં આવી હતી. ત્રણ મૅચની આ સિરીઝ માટે ૧૫ સભ્યોની ટીમ જાહેર થઈ છે, જેમાંથી ચાર ખેલાડીઓ એવા છે જેને BCCIના સેન્ટર ઑફ એક્સલન્સમાં તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળશે તો જ રમી શકશે. 
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઑલરાઉન્ડર્સ નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર અને યંગ ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ સ્કવૉડમાં વાપસી કરી છે પણ ફિટનેસ ક્લિયરન્સના આધારે તેમની ભાગીદારી નક્કી થશે. જસપ્રીત બુમરાહે છેલ્લે માર્ચ મહિનામાં ન્યુ ઝીલૅન્ડ સામેની T20 ઇન્ટરનૅશનલ મૅચ રમી હતી.
ટીમ ઇન્ડિયાની છેલ્લી ઝિમ્બાબ્વે ટૂરની તુલનામાં આ ટીમમાંથી રિન્કુ સિંહ, સૂર્યાંશ શેડગે, હર્ષ દુબે, પ્રભસિમરન સિંહ, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, મયંક યાદવ અને અશોક શર્માને બહાર કરવામાં આવ્યા છે. ઝિમ્બાબ્વે ટૂરમાં સ્થાન ન મેળવનાર ઓપનર અને વિકેટકીપર બૅટર સંજુ સૅમસને પણ ટીમમાં વાપસી કરી છે.

ટીમ ઇન્ડિયાની T20 સ્ક્વૉડ



શ્રેયસ ઐયર (કૅપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સૅમસન, ઈશાન કિશન, તિલક વર્મા (વાઇસ-કૅપ્ટન), શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા 


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 09:36 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK