આવતા મહિનામાં ભારત ૧૩થી ૧૭ સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે T20 સિરીઝ રમશે. ૨૭ સપ્ટેમ્બરથી ૧૭ ઑક્ટોબર વચ્ચે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારતમાં T20 અને વન-ડે સિરીઝ રમવા આવશે.
પ્રતીકાત્મક તસવીર
ભારત-બંગલાદેશ વાઇટ-બૉલ સિરીઝ હવે આવતા વર્ષે જાન્યુઆરીમાં થવાની સંભાવના છે. ભારતીય ટીમ મૂળ ઑગસ્ટ ૨૦૨૫માં બંગલાદેશની ટૂર કરવાની હતી. જોકે બન્ને દેશ વચ્ચેના ધાર્મિક તનાવ વચ્ચે સિરીઝને સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી મુલતવી રાખવામાં આવી હતી. જોકે સપ્ટેમ્બર માટે નિર્ધારિત વિન્ડો હવે અનિશ્ચિત લાગી રહી છે.
આવતા મહિનામાં ભારત ૧૩થી ૧૭ સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે T20 સિરીઝ રમશે. ૨૭ સપ્ટેમ્બરથી ૧૭ ઑક્ટોબર વચ્ચે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારતમાં T20 અને વન-ડે સિરીઝ રમવા આવશે.
અહેવાલ અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડની સરકાર સાથે વાતચીત હજી પણ ચાલુ છે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડ હવે આવતા વર્ષની શરૂઆતમાં સ્લૉટ માગી રહ્યું છે. ભારત-બંગલાદેશ સિરીઝ જાન્યુઆરીમાં થવાની સંભાવના છે, જેમાં ત્રણ વન-ડે અને ત્રણ T20 મૅચ રમાશે.
જાન્યુઆરી ૨૦૨૭માં ત્રણથી ૯ તારીખ વચ્ચે ઝિમ્બાબ્વે ભારતમાં ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમવા આવશે. ૨૧ જાન્યુઆરીથી ભારતમાં ઑસ્ટ્રેલિયા સામેની પાંચ મૅચની બૉર્ડર-ગાવસકર ટેસ્ટ-સિરીઝ શરૂ થશે.