Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતની સૌથી લાંબી T20 હારનો સિલસિલો અટક્યો, કૅપ્ટન શ્રેયસ ઐયરને પહેલી જીત મળી

ભારતની સૌથી લાંબી T20 હારનો સિલસિલો અટક્યો, કૅપ્ટન શ્રેયસ ઐયરને પહેલી જીત મળી

Published : 24 July, 2026 12:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝિમ્બાબ્વેએ ૭ વિકેટ ગુમાવીને ૧૨૫ રન કર્યા, ભારતે ૪૦ બૉલ પહેલાં જીત નોંધાવીને ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી

ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવે ૧૯ રન આપીને બે વિકેટ લીધી હતી.

ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવે ૧૯ રન આપીને બે વિકેટ લીધી હતી.


હરારેમાં ગઈ કાલે યજમાન ઝિમ્બાબ્વેને હરાવીને ભારતીય ટીમે પોતાની સૌથી લાંબી સતત ૭ T20 મૅચની હારનો સિલસિલો અટકાવ્યો હતો. કૅપ્ટન શ્રેયસ ઐયરને છેક એક નો-રિઝલ્ટ મૅચ અને ૬ હાર બાદ આઠમી મૅચમાં પોતાની પહેલી જીત મળી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ઝિમ્બાબ્વેએ ૭ વિકેટ ગુમાવીને ૧૨૫ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૧૩.૨ ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન સાથે ૧૨૬ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૭ વિકેટે જીત નોંધાવી હતી. 
ભારતના ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવે ૧૯ રન આપીને બે વિકેટ લીધી હતી. શિવમ દુબે અને રવિ બિશ્નોઈને ૧-૧ વિકેટ મળી હતી. ૨૧ મહિના બાદ ભારત માટે T20 મૅચ રમનાર સ્પીડમાસ્ટર મયંક યાદવ ૪ ઓવરમાં ૧૮ રન આપીને બે વિકેટ લઈ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
સાથી ઓપનર અભિષેક શર્મા ૮ બૉલમાં ૧ રન કરીને તંબુભેગો થયો છતાં વૈભવ સૂર્યવંશીએ શાનદાર બૅટિંગ કરી હતી. ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીએ ૧૮ બૉલમાં ૪ ફોર અને ૪ સિક્સના આધારે ૫૦ રન કર્યા હતા.
ઈશાન કિશને ૨૪ બૉલમાં ત્રણ ફોર અને બે સિક્સની મદદથી ૩૫ રન કર્યા હતા. કૅપ્ટન શ્રેયસ ઐયર ૩ ફોરની મદદથી ૨૪ બૉલમાં ૨૮ રન કરીને નૉટઆઉટ થયો હતો. ઝિમ્બાબ્વે તરફથી યંગ ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાની ૪ ઓવરમાં ૨૬ રન આપીને બે વિકેટ લઈ સૌથી પ્રભાવશાળી રહ્યો હતો. 

ઝિમ્બાબ્વેમાં T20 ડેબ્યુ કરનાર અશોક શર્મા ૨૩મો ભારતીય બન્યો 
રાજસ્થાનના ૨૪ વર્ષના ફાસ્ટ બોલર અશોક શર્માને ગઈ કાલે ભારતની ૧૨૩મી T20 કૅપ મળી હતી. તે ૪ ઓવરમાં બે વાઇડ બૉલ સહિત ૨૯ રન આપીને વિકેટલેસ રહ્યો હતો. IPL 2026માં ૬ મૅચમાં ૬ વિકેટ લેવાની સાથે ૧૫૦ કિલોમીટરની સ્પીડથી બોલિંગ કરવાની ક્ષમતાને કારણે તે ચર્ચામાં આવ્યો હતો. 
ઝિમ્બાબ્વેની ધરતી પર અશોક શર્મા ૨૩મો ભારતીય બન્યો જેણે T20 ડેબ્યુ કર્યું હતું. કોઈ વિદેશી ધરતી પર સૌથી વધુ ભારતીયોએ T20 ડેબ્યુ કર્યું હોય એ દેશ ઝિમ્બાબ્વે જ છે. ભારતમાં ૩૧ ભારતીય ખેલાડીઓએ T20 ડેબ્યુ કર્યું છે. સાઉથ આફ્રિકામાં ૨૧, વેસ્ટ ઇન્ડીઝમાં ૧૧ અને શ્રીલંકામાં ૧૦ ખેલાડીઓને T20 ડેબ્યુ કરાવવામાં આવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2026 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK