જર્સી-લૉન્ચ સમયે યંગ બૅટ્સમૅન તિલક વર્મા અને વર્લ્ડ કપનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર રોહિત શર્મા હાજર રહ્યા હતા
લૉન્ચ થઈ મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે નવી જર્સી
ICC મેન્સ T20 વર્લ્ડ કપ પહેલાં ભારતની નવી T20 જર્સી ગઈ કાલે રાયપુરમાં બીજી વન-ડે મૅચના ઇનિંગ્સ-બ્રેક દરમ્યાન લૉન્ચ કરવામાં આવી હતી. જર્સી-લૉન્ચ સમયે યંગ બૅટ્સમૅન તિલક વર્મા અને વર્લ્ડ કપનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર રોહિત શર્મા હાજર રહ્યા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયા સ્પૉન્સર સાથે મેદાન પર જર્સી લઈને આવ્યા હતા.
વિશાળ નવી T20 જર્સીને રાયપુરના મેદાન પર લાવીને ભારતીય ક્રિકેટ ફૅન્સ સામે મૂકવામાં આવી હતી. ૧૯૯૦ના દાયકાની આઇકૉનિક સ્ટ્રાઇપ્ડ ઇન્ડિયા જર્સીથી પ્રેરણા લઈને આ કિટમાં સમકાલીન પૅટર્ન રાખવામાં આવી છે જેમાં રેટ્રો ટ્વિસ્ટ છે. ૨૦૨૪ના T20 વર્લ્ડ કપ વિજેતા ટીમની જર્સીની આઇકૉનિક નેકલાઇન આ નવી જર્સીમાં જાળવી રાખવામાં આવી છે.
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાની આ નવી જર્સી આપણને યાદ અપાવે છે કે તમે સ્ટૅન્ડમાં હો કે મેદાન પર, આપણે બધા એક જ રંગ પહેરીએ છીએ અને ભારત માટે એક જ સપનામાં વિશ્વાસ રાખીએ છીએ.
- અનુભવી ક્રિકેટર રોહિત શર્મા


