લૉર્ડ્સ ટેસ્ટ જીતવા માટેના માત્ર ૧૯૩ રન ન કરી શક્યું ભારત: બાવીસ રનથી હારી ગયું : સિરીઝમાં ઇંગ્લૅન્ડ હવે ૨-૧થી આગળ
મોહમ્મદ સિરાજના બૅટ પર આવ્યા પછી બૉલ ધીમેકથી સરકીને સ્ટમ્પ પર જતો રહ્યો હતો અને એક બેઇલ પડી ગઈ હતી. રવીન્દ્ર જાડેજાને સારી રીતે સાથ આપી રહેલા સિરાજને માન્યામાં જ નહોતું આવી રહ્યું કે તે બોલ્ડ થઈ ગયો છે.
ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના ૧૯૩ રનના ટાર્ગેટ સામે ૧૭૦ રને આૅલઆઉટ થઈ ભારત બાવીસ રને હાર્યું : ઇંગ્લૅન્ડને સિરીઝમાં ૨-૧ની લીડ મળી
આૅલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અંત સુધી યોદ્ધાની જેમ લડ્યો, પણ મોહમ્મદ સિરાજની વિકેટ પડતાં જીતવાની તક ચૂક્યું ભારત : કૅપ્ટન બેન સ્ટોક્સ બન્યો મૅન આૅફ ધ મૅચ
ADVERTISEMENT
ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીની ત્રીજી મૅચમાં બાવીસ રને રોમાંચક જીત નોંધાવી ઇંગ્લૅન્ડે સિરીઝમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે. લૉર્ડ્સમાં પહેલી વાર બન્ને ટીમનો એકસરખો ૩૮૭ રનનો રેકૉર્ડ થયા બાદ ઇંગ્લૅન્ડે બીજી ઇનિંગ્સમાં ૧૯૨ રન કરીને ૧૯૩ રનનો સરળ ટાર્ગેટ આપ્યો હતો, પણ ભારતીય ટીમ પાંચમા અને અંતિમ દિવસે ૭૪.૫ ઓવરમાં ૧૭૦ રને ઑલઆઉટ થતાં ઇંગ્લૅન્ડે પાંચ મૅચની સિરીઝમાં વાપસી કરી છે.
મોહમ્મદ સિરાજની વિકેટ લીધા બાદ ઇંગ્લૅન્ડના પ્લેયર્સે શાનદાર ઉજવણી કરી હતી. સામેના છેડે રવીન્દ્ર જાડેજા ખૂબ જ દુખી જોવા મળ્યો હતો. જાડેજાએ સિરાજ સાથે છેલ્લી વિકેટ માટે ૨૩ રનની પાર્ટનરશિપ કરી હતી.
પાંચમા દિવસે જીતવા માટે ભારતને ૧૩૫ રનની અને ઇંગ્લૅન્ડને ૬ વિકેટની જરૂર હતી. ભારતે ૧૮મી ઓવરમાં ચાા વિકેટે ૫૮ રનના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. મૅચના પહેલા અડધા કલાકમાં જ ભારતે ત્રણ મહત્ત્વની વિકેટ ગુમાવી દીધી હતી. રિષભ પંત (૧૨ બૉલમાં નવ રન), કે. એલ. રાહુલ (૫૮ બૉલમાં ૩૯ રન) અને વૉશિંગ્ટન સુંદર (ચાર બૉલમાં ઝીરો રન)ની વિકેટથી ભારત પર પ્રેશર વધ્યું હતું.
જોફ્રા આર્ચરનો બૉલ ચૂકી જતાં બોલ્ડ થઈ ગયો હતો રિષભ પંત.
અહીંથી ચાર ફોર અને એક સિક્સર ફટકારનાર રવીન્દ્ર જાડેજા (૧૮૧ બૉલમાં ૬૧ રન અણનમ)એ ત્રણ મહત્ત્વપૂર્ણ ભાગીદારી દ્વારા ભારતની જીતની આશા જીવંત રાખી હતી. તેણે નીતીશ કુમાર રેડ્ડી (૫૩ બૉલમાં ૧૩ રન) સાથે આઠમી વિકેટ માટે ૩૦ રન, જસપ્રીત બુમરાહ (૫૪ બૉલમાં પાંચ રન) સાથે નવમી વિકેટ માટે ૩૫ રન અને ૧૦મી વિકેટ માટે મોહમ્મદ સિરાજ (૩૦ બૉલમાં ૪ રન) સાથે ૨૩ રનની પાર્ટનરશિપ કરી હતી.
રન દોડતી વખતે ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સ સાથે અથડાયો હતો રવીન્દ્ર જાડેજા.
ઇન્જર્ડ સ્પિનર શોએબ બશીર (૬ રનમાં એક વિકેટ)ની ઓવરમાં બૉલ ડિફેન્ડ કર્યા બાદ મોહમ્મદ સિરાજ સ્ટમ્પને પૂરી રીતે કવર ન કરી શક્યો અને બૉલ જમીન પર પડ્યા બાદ સરકીને લેગ સ્ટમ્પ સાથે અથડાયો હતો અને ભારત ઐતિહાસિક જીત મેળવતાં ચૂકી ગયું હતું. શબ્દોની સાથે બૉલથી પણ પ્રહાર કરી રહેલા ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર્સ જોફ્રા આર્ચર (૫૫ રનમાં ૩ વિકેટ), બેન સ્ટોક્સ (૪૮ રનમાં ૩ વિકેટ) અને બ્રાયડન કાર્સ (૩૦ રનમાં બે વિકેટ)ને બીજી ઇનિંગ્સમાં સૌથી વધુ સફળતા મળી હતી.
રવીન્દ્ર જાડેજા ચાર ફોર અને એક સિક્સરની મદદથી ૧૮૧ બૉલમાં ૬૧ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો, પણ ભારતને જીત નહોતો અપાવી શક્યો.
50
આટલા પ્લસ બૉલ ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં ભારત માટે નંબર ૧૦ પર રમવાના રવિ શાસ્ત્રીના ૧૯૮૧ના રેકૉર્ડની બરાબરી કરી જસપ્રીત બુમરાહે.
વિકેટ ગુમાવતાં મૅચ હારી જતાં દુખી થયેલા ભારતના મોહમ્મદ સિરાજને સાંત્વન આપી હતી ઇંગ્લૅન્ડના જો રૂટ અને ઝૅક ક્રૉલીએ.
ભારતની રનની દૃષ્ટિએ સૌથી નજીકના અંતરની હાર |
|
પાકિસ્તાન સામે ચેન્નઈમાં |
૧૨ રન (૧૯૯૯) |
ઑસ્ટ્રેલિયા સામે બ્રિસબેનમાં |
૧૬ રન (૧૯૭૭) |
પાકિસ્તાન સામે બૅન્ગલોરમાં |
૧૬ રન (૧૯૮૭) |
ઇંગ્લૅન્ડ સામે લૉર્ડ્સમાં |
બાવીસ રન (૨૦૨૫) |
ન્યુ ઝીલૅન્ડ સામે વાનખેડેમાં |
પચીસ રન (૨૦૨૪) |
૭૩ વર્ષ બાદ લૉર્ડ્સમાં ભારતીય પ્લેયરે બન્ને ઇનિંગ્સમાં ફટકારી ફિફ્ટી
રવીન્દ્ર જાડેજાએ પહેલી ઇનિંગ્સમાં ૭૨ રનની અને બીજી ઇનિંગ્સમાં અણનમ ૬૧ રન કરીને ૭૩ વર્ષ જૂના રેકૉર્ડની બરાબરી કરી છે. એક ભારતીય તરીકે લૉર્ડ્સમાં બન્ને ઇનિંગ્સમાં ફિફ્ટી પ્લસ ર ન કરનાર તે બીજો ભારતીય બન્યો છે. આ પહેલાં ૧૯૫૨માં વિનુ માંકડે (૭૨ અને ૧૮૪ રન)એ આ રેકૉર્ડ કર્યો હતો.
૧૪ જુલાઈ અને લૉર્ડ્સ ફરી ઇંગ્લૅન્ડ માટે બન્યાં ખાસ : ૨૦૧૯માં વન-ડે વર્લ્ડ કપ પણ જીત્યું હતું
૨૦૧૯ની ૧૪ જુલાઈએ ઇંગ્લૅન્ડ લૉર્ડ્સમાં જ પોતાનો પહેલો વર્લ્ડ કપ જીત્યું હતું. ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં ટાઇ મૅચ અને ટાઇ સુપરઓવર બાદ બાઉન્ડરી કાઉન્ટના આધારે મૅચ જીત્યું હતું. તે મૅચમાં પણ બેન સ્ટોક્સ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
રાહુલ દ્રવિડનો ૨૩ વર્ષ જૂનો આ રેકૉર્ડ તોડ્યો શુભમન ગિલે
ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલે ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને હેડ કોચ રાહુલ દ્રવિડનો ૨૩ વર્ષ જૂનો એક મોટો રેકૉર્ડ તોડ્યો છે. શુભમન ગિલે ઇંગ્લૅન્ડમાં વર્તમાન ટેસ્ટ-સિરીઝમાં ૬ ઇનિંગ્સમાં ૬૦૭ રન બનાવ્યા છે. આ સાથે તે ઇંગ્લૅન્ડમાં એક સિરીઝમાં હાઇએસ્ટ રન કરનાર ભારતીય બની ગયો છે. દ્રવિડે ૨૦૦૨માં ઇંગ્લૅન્ડમાં ૬ ઇનિંગ્સમાં ૬૦૨ રન બનાવ્યા હતા. શુભમન ગિલ આ પહેલાં ઇંગ્લૅન્ડમાં એક ટેસ્ટ-સિરીઝમાં ૬૦૦ પ્લસ રન કરનાર પહેલો ભારતીય કૅપ્ટન પણ બન્યો

