ચોથી ટેસ્ટ પહેલાં કૅપ્ટન ગિલે આપી મહત્ત્વપૂર્ણ અપડેટ...
શુભમન ગિલ
મૅન્ચેસ્ટર ટેસ્ટ પહેલાં ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલે ટીમ કૉમ્બિનેશન વિશે મોટી અપડેટ આપી છે. તે કહે છે, ‘લૉર્ડ્સ ટેસ્ટમાં હાથની ઇન્જરીનો સામનો કરનાર રિષભ પંત ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે. જ્યારે ઇન્જરી થાય છે ત્યારે એ ક્યારેય સરળ હોતી નથી. ફાસ્ટ બોલર આકાશ દીપ પણ ઇન્જરીને કારણે આ મૅચ માટે ઉપલબ્ધ નથી, પરંતુ અમારી પાસે ૨૦ વિકેટ લેવા માટે પૂરતા અને સારા પ્લેયર્સ છે.’
અનુભવી બૅટર કરુણ નાયર અને ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજ વિશે અપડેટ આપતાં શુભમન કહે છે, ‘અમે અંશુલની કુશળતા જોઈ છે. અમને વિશ્વાસ છે કે તે અમારા માટે મૅચ જીતી શકે છે. કમ્બોજ પોતાનું ડેબ્યુ કરવાની નજીક છે. જોકે મૅચ પહેલાં અમે અંશુલ કમ્બોજ કે પ્રસિદ્ધ ક્રિષ્ના આ બન્ને વિકલ્પ પર વિચાર કરીશું. કરુણ સારી બૅટિંગ કરી રહ્યો છે. તેની બૅટિંગમાં કોઈ સમસ્યા નથી. એક વાર તમે ફિફ્ટી બનાવી લો ત્યારે લયમાં આવી જાઓ છો. અમને આશા છે કે તે વાપસી કરી શકશે.’

