ટીમમાંથી જસપ્રીત બુમરાહ રિલીઝ થયા બાદ મોહમ્મદ સિરાજે કહ્યું...
મોહમ્મદ સિરાજ
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાનો એક વિડિયો શૅર કર્યો હતો. મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો એની વાત કરતાં મોહમ્મદ સિરાજે કહ્યું કે ‘મેં જસ્સીભાઈને કહ્યું કે તમે કેમ જઈ રહ્યા છો? પાંચ વિકેટ લીધા પછી હું કોને ગળે લગાડીશ? ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું અહીં રહીશ, તું ફક્ત પાંચ વિકેટ લે.’
ઓવલમાં પહેલી ઇનિંગ્સમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૪-૪ વિકેટ ઝડપી હતી. ઇંગ્લૅન્ડમાં બે ભારતીય બોલર્સ દ્વારા ૪-૪ વિકેટ લેવાની આ પાંચમી ઘટના હતી. મોહમ્મદ સિરાજે આ ટૂર પર જ બર્મિંગહૅમમાં આકાશ દીપ સાથે પણ આ કમાલ કરી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ આ વિડિયોમાં કહ્યું કે ‘સિરાજ અને હું પાંચ વર્ષથી સાથે રમી રહ્યા છીએ જેમાં IPLનો પણ સમાવેશ થાય છે. અમે મેદાનની બહાર પણ ઘણી વાતો કરીએ છીએ. આકાશ દીપ સાથે પણ એવું જ કર્યું. આ મૅચમાં ફાસ્ટ બોલિંગ યુનિટ ખરેખર શાર્પ દેખાઈ રહ્યું છે.’
ADVERTISEMENT
6
આટલી વખત ઇંગ્લૅન્ડમાં ટેસ્ટમાં ચાર કે એથી વધુ વિકેટ લઈને મોહમ્મદ સિરાજે મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (પાંચ વખત)નો રેકૉર્ડ તોડ્યો.

